Not Set/ હેટસ્પીચ વિવાદ/ ફેસબુક – ભાજપનો શું છે સબંધ, નવો ખુલાસો આવ્યો સામે

ભાજપ  અને ફેસબુક વિવાદ મામલે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપ  અને ફેસબુક વચ્ચે નું કનેક્શન સામે આમે આવ્યું છે. સામે આવેલ કનેક્શન જાહેરાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે,  2019 બાદ ભાજપે ફેસબુકમાં જાહેરાત પાછળ 4.61 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે કોંગ્રેસે ફેસબુકની જાહેરાત પાછળ 1.84 કરોડનો ખર્ચ કર્યો છે. સાથે જ AAP […]

Uncategorized
dfb09e08b79d5d2df1e62fc0ce984b53 2 હેટસ્પીચ વિવાદ/ ફેસબુક - ભાજપનો શું છે સબંધ, નવો ખુલાસો આવ્યો સામે
dfb09e08b79d5d2df1e62fc0ce984b53 2 હેટસ્પીચ વિવાદ/ ફેસબુક - ભાજપનો શું છે સબંધ, નવો ખુલાસો આવ્યો સામે

ભાજપ  અને ફેસબુક વિવાદ મામલે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપ  અને ફેસબુક વચ્ચે નું કનેક્શન સામે આમે આવ્યું છે. સામે આવેલ કનેક્શન જાહેરાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે,  2019 બાદ ભાજપે ફેસબુકમાં જાહેરાત પાછળ 4.61 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે કોંગ્રેસે ફેસબુકની જાહેરાત પાછળ 1.84 કરોડનો ખર્ચ કર્યો છે. સાથે જ AAP દ્વારા ફેસબુકને 69 લાખની જાહેરાત આપવામાં આવી હતી.

ફેસબુકના ટોપ-10 એડવર્ટાઈઝરમાં ભાજપના 4 લોકો જોડાયેલા છે. આ ખુલાસો સોશિયલ મીડિયાના ખર્ચનો ડેટા રાખનાર ટ્રેકરથી થયો હોવાનું સામે આવી રહ્યું છે. આ ડેટા ફેબ્રુઆરી 2019થી 24 ઓગસ્ટ 2020 સુધી છે. આ જ સમયગાળામાં 2019ની લોકસભા ચૂંટણી પણ યોજાઈ હતી. ભારતમાં ભાજપ ફેસબુકની સૌથી મોટી એડવરટાઇઝર બન્યું હતું. જેમાં સામાજીક,રાજકીય અને ચૂંટણીના મુદ્દાઓ પર જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે ફેસબુક અને ભાજપની સાંઠગાઠને લઈને ભારતનું રાજકારણ ગરમાયુ હતુ.

કેમ અને કેવી રીતે જન્મ્યો હતો વિવાદ

અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલમાં ‘ફેસબુક હેટ સ્પીચ રુલ્સ કોલાઈડ વિથ ઈન્ડિયા પોલિટિક્સ’ હેડિંગ સાથે એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો અને આ જ કારણે વિવાદ ઉભો થયો છે.  જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુક ભારતમાં સત્તાધારી પાર્ટી ભાજપના ઉશ્કેરણીજનક ભાષણોના મામલાના નિયમોમાં ઢીલ આપે છે. ફેસબુક કર્મચારીએ કહ્યું હતું કે, ભારતમાં એવા અનેક લોકો છે કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ નફરત ફેલાવવા કરે છે. 

મામલામાં તેલંગાણાના ભાજપના સાંસદ ટી રાજા સિંહની એક પોસ્ટનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મુસ્લિમોની વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું છે. ફેસબુકના કર્મચારીઓએ કહ્યું કે, તેમણે આ પોસ્ટની કંપનીના નિયમો વિરુદ્ધ હોઇ ફરિયાદ કરી હતી. જો કે ભારતમાં ટોપ લેવલ પર બેઠેલા ફેસબુકનાં અધિકારીઓએ તેના પર કોઈ પગલા ભર્યા નહોતા. અને આવું પહેલી વાર થયું નથી. આ પહેલા પણ ફેસબુકે નેટવર્ક અને ડેટાનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીને પ્રમોટ કરવા માટે કર્યો હોવાનાં આક્ષેપો વિદિત છે.

Disclaimer  : ઉપરોક્ત માહિતી સૂત્રોને  તેમજ  સોશિયલ મીડિયાના ખર્ચનો ડેટા રાખનાર ટ્રેકરનાં ડેટાને આધારે આપવામાં આવી છે, મંતવ્ય ન્યૂઝ વ્યક્તિ ગત રીતે આ બાબતોને પુષ્ટી આપતું નથી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews