Not Set/ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષાને લઇને સુપ્રીમ કોર્ટનું ગ્રીન સીગ્નલ, જાણો શું કહ્યુ

કોરોનાકાળમાં પરીક્ષા કરાવવાને લઇને દેશમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓનાં અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓની પરીક્ષાને લગતા કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, યુનિવર્સિટીઓનાં અંતિમ વર્ષોની પરીક્ષા થશે. કોર્ટે કહ્યું કે જો કોઈ રાજ્યને લાગે કે પરીક્ષાનું આયોજન કરવું તેમના માટે શક્ય નથી, તો તે યુજીસીમાં જઈ શકે છે. […]

India
fdf530c007eed2f261f970d616363859 યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષાને લઇને સુપ્રીમ કોર્ટનું ગ્રીન સીગ્નલ, જાણો શું કહ્યુ
fdf530c007eed2f261f970d616363859 યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષાને લઇને સુપ્રીમ કોર્ટનું ગ્રીન સીગ્નલ, જાણો શું કહ્યુ

કોરોનાકાળમાં પરીક્ષા કરાવવાને લઇને દેશમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓનાં અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓની પરીક્ષાને લગતા કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, યુનિવર્સિટીઓનાં અંતિમ વર્ષોની પરીક્ષા થશે. કોર્ટે કહ્યું કે જો કોઈ રાજ્યને લાગે કે પરીક્ષાનું આયોજન કરવું તેમના માટે શક્ય નથી, તો તે યુજીસીમાં જઈ શકે છે. રાજ્ય વિદ્યાર્થીઓને અંતિમ વર્ષની પરીક્ષા માટે પ્રોત્સાહન આપી શકતા નથી. સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા યોજવાના યુજીસીનાં નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

અંતિમ વર્ષની પરીક્ષા મુલતવી રાખવા અંગે સુપ્રીમ કોર્ટમાં છેલ્લી સુનાવણી 18 ઓગસ્ટનાં રોજ હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન, સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી અને કોલેજોની અંતિમ વર્ષની પરીક્ષા રદ્દ કરવા અંગેનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ સાથે કોર્ટે તમામ પક્ષકારોને ત્રણ દિવસની અંદર લેખિત જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે હવે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે કે અંતિમ વર્ષની પરીક્ષાઓ રદ્દ થશે કે નહીં. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે અને પરીક્ષા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તથ્યો સ્પષ્ટ છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેંચે સરકારને પૂછ્યું હતું કે શું યુજીસીનાં આદેશ અને સૂચનાઓમાં સરકાર દખલ કરી શકે છે. આ સિવાય કોર્ટે એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓનાં હિતમાં શું છે? તે વિદ્યાર્થીઓ નિર્ણય લઈ શકે નહી, આ માટેની કાનૂની સંસ્થા છે, વિદ્યાર્થીઓ આ બધું નક્કી કરી શકે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.