Not Set/ નિસર્ગ વાવાઝોડાનાં કારણે મુંબઈ એરપોર્ટ પર નહી થઇ શકે વિમાનનું ટેકઓફ અને લેન્ડિંગ

નિસર્ગ વાવાઝોડાનાં કારણે મુંબઈમાં બપોરે 2.30 થી સાંજનાં 7 વાગ્યા સુધી વિમાનનાં ઉતરાણ અથવા ટેકઓફની મંજૂરી આપવામાં આવી નથી. મુંબઇ એરપોર્ટથી 20 વિમાન સુનિશ્ચિત કરવામાં આવ્યાં હતાં, જેમાંથી 12 વિમાન ડિપાર્ચર અને 8 અરાઇવલ હતા. મંગળવારે, ઈન્ડિગોએ જાહેરાત કરી કે તેણે મુંબઇથી 17 વિમાન રદ્દ કર્યાં છે અને ચંદીગઢ, રાંચી અને પટના માટે ફક્ત ત્રણ […]

India
58b7266fd861d17da1a27e85296434ec નિસર્ગ વાવાઝોડાનાં કારણે મુંબઈ એરપોર્ટ પર નહી થઇ શકે વિમાનનું ટેકઓફ અને લેન્ડિંગ
58b7266fd861d17da1a27e85296434ec નિસર્ગ વાવાઝોડાનાં કારણે મુંબઈ એરપોર્ટ પર નહી થઇ શકે વિમાનનું ટેકઓફ અને લેન્ડિંગ

નિસર્ગ વાવાઝોડાનાં કારણે મુંબઈમાં બપોરે 2.30 થી સાંજનાં 7 વાગ્યા સુધી વિમાનનાં ઉતરાણ અથવા ટેકઓફની મંજૂરી આપવામાં આવી નથી. મુંબઇ એરપોર્ટથી 20 વિમાન સુનિશ્ચિત કરવામાં આવ્યાં હતાં, જેમાંથી 12 વિમાન ડિપાર્ચર અને 8 અરાઇવલ હતા. મંગળવારે, ઈન્ડિગોએ જાહેરાત કરી કે તેણે મુંબઇથી 17 વિમાન રદ્દ કર્યાં છે અને ચંદીગઢ, રાંચી અને પટના માટે ફક્ત ત્રણ વિમાન ઉપડશે.

મહારાષ્ટ્રનાં પશ્ચિમી વિસ્તારોમાં બપોર પછી લગભગ 90 કિલોમીટરની ઝડપે હવા ચાલી અને અલીબાગમાં લેન્ડફોલ થયુ છે. મુંબઇમાં ભારે પવન સાથે સતત વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડુ 120 થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતા ઓથોરિટીઝે બાંદ્રા-વર્લી દરિયાઈ લિંક બંધ કરવી પડી હતી.

મહારાષ્ટ્ર સરકારે રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તાર કોંકણમાંથી આશરે 60,000 લોકોને સ્થળાંતર કર્યા છે અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓની મદદથી 7003 માછીમારોની બોટને દરિયા કાંઠે લાવી છે. મહારાષ્ટ્રનાં ઉર્જા પ્રધાન નીતિન રાઉતે કહ્યું હતું કે, ચક્રવાત નિસર્ગનાં કારણે વીજ લાઇનો અને થાંભલાને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપનીનાં અધિકારીઓ, કર્મચારીઓ, ઠેકેદારો અને સિસ્ટમ્સ તૈયાર છે. દરેક વ્યક્તિ સજાગ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.