Not Set/ અમદાવાદ/ શહેરમાં છવાયો વરસાદી માહોલ, લોકો રમણીય વાતાવરણની માંણી રહ્યા છે મજા

  અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામતા લોકો સવારનાં સમયમાં ખુશીનાં માહોલની મજા માણતા નજરે પડ્યા છે. તો બીજી તરફ અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો ગઈકાલથી શરૂ થયેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બંગાળની […]

Ahmedabad Gujarat
de3df5c0da08eeea87e3beab86e3bea9 અમદાવાદ/ શહેરમાં છવાયો વરસાદી માહોલ, લોકો રમણીય વાતાવરણની માંણી રહ્યા છે મજા
de3df5c0da08eeea87e3beab86e3bea9 અમદાવાદ/ શહેરમાં છવાયો વરસાદી માહોલ, લોકો રમણીય વાતાવરણની માંણી રહ્યા છે મજા 

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામતા લોકો સવારનાં સમયમાં ખુશીનાં માહોલની મજા માણતા નજરે પડ્યા છે. તો બીજી તરફ અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો ગઈકાલથી શરૂ થયેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં નવી પ્રેશર સિસ્ટમ સર્જાતા ગુજરાતનાં સૌરાષ્ટ્ર ખાતે આગામી બે દિવસ ભારે વરસાદ રહેશે. આ સાથે જ વરસાદી વાતાવરણનાં કારણે અમદાવાદમાં ભુવા પડવાની સમસ્યા અને રોડ પર ખાડાઓનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે અમદાવાદીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. પરંતુ આ તમામની વચ્ચે વરસાદને કારણે ઠંડક પ્રસરતા અમદાવાદીઓ આહલાદક વાતાવરણનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.