Not Set/ જમ્મુ-કાશ્મીર/ પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, ફાયરિંગમાં સેનાનાં એક અધિકારી શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક બુધવારે પાકિસ્તાની સૈનિકોની ગોળીબારમાં સેનાના જુનિયર કમિશંડ અધિકારી (જેસીઓ) શહીદ થયા છે. સંરક્ષણ સૂત્રોએ આ વિશે માહિતી આપી હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે કેરી સેક્ટરમાં ફોરવર્ડ પોસ્ટ પર ફાયરિંગ કરીને પાકિસ્તાને યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.   Jammu and Kashmir: […]

Uncategorized
433e29e65c3c300bbb7bc900b5d0e6e3 જમ્મુ-કાશ્મીર/ પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, ફાયરિંગમાં સેનાનાં એક અધિકારી શહીદ
433e29e65c3c300bbb7bc900b5d0e6e3 જમ્મુ-કાશ્મીર/ પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, ફાયરિંગમાં સેનાનાં એક અધિકારી શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક બુધવારે પાકિસ્તાની સૈનિકોની ગોળીબારમાં સેનાના જુનિયર કમિશંડ અધિકારી (જેસીઓ) શહીદ થયા છે. સંરક્ષણ સૂત્રોએ આ વિશે માહિતી આપી હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે કેરી સેક્ટરમાં ફોરવર્ડ પોસ્ટ પર ફાયરિંગ કરીને પાકિસ્તાને યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.  

 

સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાની ગોળીબારમાં એક જેસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના જવાનો પણ ઘાયલ થયા છે, પરંતુ સચોટ માહિતી હજી મળી નથી. છેલ્લા ચાર દિવસમાં આવી બીજી ઘટના છે. રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં 30 ઓગસ્ટે પણ એક જેસીઓ શહીદ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.