Not Set/ PM નરેન્દ્ર મોદીની અંગત વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, હેકર્સે બિટકોઇનની કરી માંગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વડા પ્રધાન મોદીની વ્યક્તિગત વેબસાઇટ Narendramodi.in એકાઉન્ટને હેકર્સે હેક કરીને બિટકોઇન્સની માંગ કરી છે. આ ટ્વિટર એકાઉન્ટને હેક કરનારા હેકર્સની વિગતો પણ સામે આવી છે. જ્હોન વિક (hckindia@tutanota.com) એ પીએમ મોદીની અંગત વેબસાઇટનું ટ્વિટર હેન્ડલ હેક કર્યું અને કોવિડ-19 […]

India
d823e166eae460ad49ff8b822a2660bb PM નરેન્દ્ર મોદીની અંગત વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, હેકર્સે બિટકોઇનની કરી માંગ
d823e166eae460ad49ff8b822a2660bb PM નરેન્દ્ર મોદીની અંગત વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, હેકર્સે બિટકોઇનની કરી માંગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વડા પ્રધાન મોદીની વ્યક્તિગત વેબસાઇટ Narendramodi.in એકાઉન્ટને હેકર્સે હેક કરીને બિટકોઇન્સની માંગ કરી છે. આ ટ્વિટર એકાઉન્ટને હેક કરનારા હેકર્સની વિગતો પણ સામે આવી છે. જ્હોન વિક (hckindia@tutanota.com) એ પીએમ મોદીની અંગત વેબસાઇટનું ટ્વિટર હેન્ડલ હેક કર્યું અને કોવિડ-19 રાહત ભંડોળ માટે દાનમાં બિટકોઇનની માંગ કરી.

એકાઉન્ટ હેક થયાની થોડીવાર પછી જ આ ટ્વીટ હટાવી દેવામાં આવ્યું હતું. અગાઉ હેકર્સે ટ્વિટર એકાઉન્ટ હેક કરી ત્રણ ટ્વિટ કર્યા હતા અને ક્રિપ્ટો કરન્સીની માંગ રાખી હતી. સતત ત્રણ ટ્વીટમાંથી એકમાં હેકર્સે લખ્યું છે કે તેઓ કોવિડ-19 માટે બનાવેલા પીએમ રિલીફ ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરે છે. હેકર્સે નામ જ્હોન વિક હતું.

તમને જણાવી દઈએ કે પીએમ મોદીની અંગત વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ એક વેરિફાઇડ એકાઉન્ટ છે, જેમાં 25 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ હેકર્સ જૂથ જોન બિક વિશે તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા, જેમાં તેના પર પેટીએમ મોલમાંથી ડેટા ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેના પર ડેટાનાં બદલામાં ખંડણીની માંગણી કરવાનો આરોપ હતો. હેકર્સે પીએમ મોદીનું એકાઉન્ટ હેક કર્યું હતું અને એમ પણ લખ્યું હતું કે તેણે પેટીએમ મોલ એકાઉન્ટ હેક કર્યું નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.