Not Set/ 1984 સિખ વિરોધી રમખાણોમાં સજા ભોગવી રહેલા સજ્જન કુમારને એકવાર ફરી SC થી મળ્યો ઝટકો

  1984 કોંગ્રેસ વિરોધી રમખાણો મામલે આજીવન સજા ભોગવી રહેલા કોંગ્રેસનાં સાંસદ સજ્જન કુમારને સુપ્રીમ કોર્ટ તરફથી ઘણી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સજ્જન કુમારને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. વધતી ઉંમર અને માંદગીનાં આધારે સજ્જન કુમાર પાસેથી જામીન માંગવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ નાનો કેસ નથી. […]

India
66286ebec1b61473bcad7ec9a0c95119 1984 સિખ વિરોધી રમખાણોમાં સજા ભોગવી રહેલા સજ્જન કુમારને એકવાર ફરી SC થી મળ્યો ઝટકો
66286ebec1b61473bcad7ec9a0c95119 1984 સિખ વિરોધી રમખાણોમાં સજા ભોગવી રહેલા સજ્જન કુમારને એકવાર ફરી SC થી મળ્યો ઝટકો 

1984 કોંગ્રેસ વિરોધી રમખાણો મામલે આજીવન સજા ભોગવી રહેલા કોંગ્રેસનાં સાંસદ સજ્જન કુમારને સુપ્રીમ કોર્ટ તરફથી ઘણી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સજ્જન કુમારને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. વધતી ઉંમર અને માંદગીનાં આધારે સજ્જન કુમાર પાસેથી જામીન માંગવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ નાનો કેસ નથી. આ કેસની સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ કહ્યું કે, હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી. આવી સ્થિતિમાં, અમે મંજૂરી આપી શકતા નથી. અમે પિટિશનને રદ્દ કરીએ છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સજ્જનની સજા વિરુદ્ધ અપીલ ટ્રાયલ કોર્ટ ખોલ્યા બાદ થશે. કોર્ટે સજ્જનને હોસ્પિટલમાં રોકાવાની મંજૂરી આપવાની અરજીને પણ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, તબીબી અહેવાલ મુજબ હોસ્પિટલમાં દાખલ રહેવાની જરૂર નથી. સજ્જન વતી કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, તેની જામીન અરજી ઘણા સમયથી બાકી છે.

આ પણ વાંચો – ભારત અને ચીની રક્ષામંત્રી વચ્ચે આજે સીમા વિવાદ અંગે થશે ચર્ચા

તેમની અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે, તેમની ઉંમરકેદની સજા એક રીતે મોતની સજા પણ બની શકે છે જો તેમને જેલમાં કઇંક થઇ ગયુ તો.કોર્ટનાં આદેશ મુજબ તે એઈમ્સ બોર્ડ સમક્ષ હાજર પણ થયા હતા, પરંતુ કોરોનાને કારણે તે ફરીથી એઈમ્સમાં જઇ શક્યા નહીં. ડિસેમ્બર 2018 માં, દિલ્હી હાઈકોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારથી તે જેલમાં છે. સુપ્રીમ કોર્ટે વય અને બિમારીનાં આધારે વચગાળાનાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. હમણા માટે, તેમને જેલમાં રહેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.