Not Set/ સરકારી નોકરીઓમાં ભરતી પર કોઈ પ્રતિબંધ નહીં, પરિપત્ર બાદ કેન્દ્ર સરકારે કર્યુ સ્પષ્ટ

કોરોનાવાયરસ રોગચાળાને કારણે ઉદભવતા આર્થિક સંકટ વચ્ચે, ખર્ચ વિભાગ દ્વારા શુક્રવારે સરકારી ખર્ચને રોકવા માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. તેના એક દિવસ પછી, કેન્દ્રએ શનિવારે સ્પષ્ટ કર્યું કે હાલની પરિસ્થિતિમાં સરકારી નોકરીઓ માટે કોઈ ભરતી કે કાપ થઈ શકે નહીં. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા ટ્વિટના થોડા કલાકો બાદ આ ખુલાસો થયો છે. નાણાં […]

India
1b035fe19514c5305ced562c39399704 સરકારી નોકરીઓમાં ભરતી પર કોઈ પ્રતિબંધ નહીં, પરિપત્ર બાદ કેન્દ્ર સરકારે કર્યુ સ્પષ્ટ
1b035fe19514c5305ced562c39399704 સરકારી નોકરીઓમાં ભરતી પર કોઈ પ્રતિબંધ નહીં, પરિપત્ર બાદ કેન્દ્ર સરકારે કર્યુ સ્પષ્ટ

કોરોનાવાયરસ રોગચાળાને કારણે ઉદભવતા આર્થિક સંકટ વચ્ચે, ખર્ચ વિભાગ દ્વારા શુક્રવારે સરકારી ખર્ચને રોકવા માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. તેના એક દિવસ પછી, કેન્દ્રએ શનિવારે સ્પષ્ટ કર્યું કે હાલની પરિસ્થિતિમાં સરકારી નોકરીઓ માટે કોઈ ભરતી કે કાપ થઈ શકે નહીં. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા ટ્વિટના થોડા કલાકો બાદ આ ખુલાસો થયો છે.

નાણાં મંત્રાલયે પરિપત્રના કેટલાક મુદ્દાઓને સ્પષ્ટ કરવા માટે ટ્વીટ કર્યું, “ખર્ચ વિભાગના ચાર સપ્ટેમ્બર 2020 ના પરિપત્રની રચના માટે આંતરિક પ્રક્રિયા સાથે સંબંધિત છે. તેની કોઈ ભરતી પર અસર થતી નથી.”

મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે “ભારત સરકારમાં પોસ્ટ્સ ભરવા પર કોઈ રોક અથવા પ્રતિબંધ નથી.” સ્ટાફ સિલેક્શન કમિશન, યુપીએસસી, રેલ્વે ભરતી બોર્ડ જેવી સરકારી એજન્સીઓ દ્વારા સામાન્ય ભરતી કોઈપણ પ્રતિબંધ વિના રાબેતા મુજબ ચાલુ રહેશે. ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.