Not Set/ ભૂકંપનાં ઝટકાથી નિકોબાર અને અરૂણાચલની ધરા ધ્રુજી

  નિકોબાર આઇલેન્ડમાં ફરી એક વખત ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 રહી હતી. સવારે 6.38 કલાકે આ આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, તેની ઉંડાઈ 82 કિલોમીટર હતી. વળી અરુણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. અરૂણાચલ પ્રદેશનાં તવાંગ અને મહારાષ્ટ્રનાં પાલઘરમાં ધરતી હલી હતી. […]

India
317fd39ac8b0ed56856a2a3bd1f13441 ભૂકંપનાં ઝટકાથી નિકોબાર અને અરૂણાચલની ધરા ધ્રુજી
317fd39ac8b0ed56856a2a3bd1f13441 ભૂકંપનાં ઝટકાથી નિકોબાર અને અરૂણાચલની ધરા ધ્રુજી 

નિકોબાર આઇલેન્ડમાં ફરી એક વખત ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 રહી હતી. સવારે 6.38 કલાકે આ આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, તેની ઉંડાઈ 82 કિલોમીટર હતી.

વળી અરુણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. અરૂણાચલ પ્રદેશનાં તવાંગ અને મહારાષ્ટ્રનાં પાલઘરમાં ધરતી હલી હતી. પાલઘરમાં આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.5 મપાઇ હતી. એનસીએસ અનુસાર તેની ઉંડાઈ 5 કિલોમીટર નોંધાઈ છે. વળી તવાંગમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે, છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં ધરતીમાં કંપન અનુભવાય છે. 4 સપ્ટેમ્બરનાં રોજ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ અને 5 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રનાં નાસિકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે, આ દરમિયાન કોઈ નુકસાન થવાના સમાચાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.