Not Set/ બેંગલુરુમાં કોરોનાનાં રિ-ઇન્ફેક્શનનો આવ્યો પહેલો કેસ, જાણો

  બેંગલુરુની ફોર્ટિસ હોસ્પિટલમાં કોરોનાવાયરસનાં રી-ઇન્ફેક્શનનો મામલો સામે આવ્યો છે. તેને બેંગલુરુમાં આ પ્રકારનો પહેલો કેસ ગણવામાં આવી રહ્યો છે. જુલાઈમાં એક 27 વર્ષની મહિલાને કોરોના ચેપ લાગ્યો હતો. સ્વસ્થ થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલનાં સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહિલા પર કરાયેલા પરીક્ષણો બતાવે છે કે તેણે કોરોનાવાયરસ પ્રત્યે […]

India
02164b471921f8c9743db9b0224650ee બેંગલુરુમાં કોરોનાનાં રિ-ઇન્ફેક્શનનો આવ્યો પહેલો કેસ, જાણો
02164b471921f8c9743db9b0224650ee બેંગલુરુમાં કોરોનાનાં રિ-ઇન્ફેક્શનનો આવ્યો પહેલો કેસ, જાણો 

બેંગલુરુની ફોર્ટિસ હોસ્પિટલમાં કોરોનાવાયરસનાં રી-ઇન્ફેક્શનનો મામલો સામે આવ્યો છે. તેને બેંગલુરુમાં આ પ્રકારનો પહેલો કેસ ગણવામાં આવી રહ્યો છે. જુલાઈમાં એક 27 વર્ષની મહિલાને કોરોના ચેપ લાગ્યો હતો. સ્વસ્થ થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલનાં સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહિલા પર કરાયેલા પરીક્ષણો બતાવે છે કે તેણે કોરોનાવાયરસ પ્રત્યે કોઈ પ્રતિરક્ષા વિકસાવી નથી.

હોસ્પિટલનાં ડોક્ટર પ્રતીક પાટીલે કહ્યું, ‘સામાન્ય રીતે ચેપનાં કિસ્સામાં, કોવિડ ઇમ્યુનોગ્લોબુલિન જી એન્ટિબોડી પરીક્ષણ ચેપનાં 2-3 અઠવાડિયા પછી પોઝિટિવ આવે છે. જો કે, આ કિસ્સામાં એન્ટિબોડી ટેસ્ટ નેગેટિવ હોવાનુ સામે આવી રહ્યુ છે. જેનો અર્થ એ કે ચેપ લાગ્યા પછી તેના શરીરમાં પ્રતિરક્ષા વિકસિત થઈ નથી. બીજી સંભાવના એ છે કે એન્ટિબોડીઝ એક મહિનાની અંદર અદૃશ્ય થઈ ગઈ, જેના કારણે ફરીથી ચેપ લાગ્યો. ફરીથી ચેપ પછી તેના લક્ષણો હળવા હોય છે.

તેમણે ઉમેર્યું, ‘ફરીથી ચેપનાં કેસોનો અર્થ એ છે કે દર્દીનાં શરીરમાં એન્ડોબોડીઝ બન્યા નથી. આને કારણે, ચેપ ફરીથી વ્યક્તિને ઘેરી લે છે. જણાવી દઇએ કે, ભારતમાં કોરોના કેસો 41 લાખને પાર કરી ગયા છે. ભારતમાં સતત વધી રહેલા કોરોનાનાં કેસનાં કારણે આજે વિશ્વમાં આપણો દેશ કોરાના મામલે બીજા સ્થાન પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.