Not Set/ કડક સુરક્ષા વચ્ચે કંગના આવી રહી છે મુંબઈ, તે પહેલા જ BMC એ તોડી તેની ઓફિસ

  મુંબઇને પીઓકે સાથે તુલના કરવાના વિવાદ વચ્ચે અભિનેત્રી કંગના રનૌત આજે વાય કેટેગરીની સુરક્ષામાં મુંબઈ આવી રહી છે. કંગના રનૌત શિવસેના સાથે ઝઘડો અને સંજય રાઉતથી જુબાની જંગની વચ્ચે હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લામાં આવેલા તેના ઘરેથી મુંબઇ જવા રવાના થઈ છે. છેલ્લા કેટલાક દિવસોનાં વિવાદને જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંગનાનાં મુંબઈ […]

India
4cd13b7e5eb0a8fa0fd8755f8038385b કડક સુરક્ષા વચ્ચે કંગના આવી રહી છે મુંબઈ, તે પહેલા જ BMC એ તોડી તેની ઓફિસ
4cd13b7e5eb0a8fa0fd8755f8038385b કડક સુરક્ષા વચ્ચે કંગના આવી રહી છે મુંબઈ, તે પહેલા જ BMC એ તોડી તેની ઓફિસ 

મુંબઇને પીઓકે સાથે તુલના કરવાના વિવાદ વચ્ચે અભિનેત્રી કંગના રનૌત આજે વાય કેટેગરીની સુરક્ષામાં મુંબઈ આવી રહી છે. કંગના રનૌત શિવસેના સાથે ઝઘડો અને સંજય રાઉતથી જુબાની જંગની વચ્ચે હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લામાં આવેલા તેના ઘરેથી મુંબઇ જવા રવાના થઈ છે.

છેલ્લા કેટલાક દિવસોનાં વિવાદને જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંગનાનાં મુંબઈ પહોંચવાની સાથે જ શિવસેનાનાં વિરોધનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ સમય દરમિયાન, 11 કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સુરક્ષા ટીમ તેમની સુરક્ષા માટે તેમની સાથે રહેશે. જણાવી દઇએ કે, મુંબઈ ન આવવાની ધમકી વચ્ચે કંગનાએ નવ સપ્ટેમ્બરે મુંબઈ જવાનો ગત દિવસે એલાન કર્યુ હતુ અને તે પોતાના વાયદા મુજબ આજે મુંબઈ માટે નિકળી ચુકી છે.

કંગના રનૌત મુંબઇ જવાના રસ્તે છે, પરંતુ તે પહેલા BMC ની ટીમ તેની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામોતોડવા પહોંચી ગઈ છે. બીએમસીનો આરોપ છે કે કંગનાએ ઓફિસનાં બાંધકામનાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, બીએમસીની ટીમ હાલમાં ઓફિસની અંદર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.