Not Set/ સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ વિરુદ્ધ 2009 નાં અવમાનના મામલામાં AG ની માંગી મદદ

પ્રશાંત ભૂષણ સામે 2009 અદાલતની થયેલી અવમાનના મામલે સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલની મદદ માંગી છે. સુપ્રીમ કોર્ટે વેણુગોપાલને આ મામલે મદદ કરવા અને પ્રશ્ન નક્કી કરવા જણાવ્યું છે. જણાવી દઈએ કે, પ્રશાંત ભૂષણ કન્ટેમ્પ કેસની સુનાવણી 12 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે. જસ્ટિસ એ.એમ.ખાનવીલકર, દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્નાની ત્રણ જજોની ખંડપીઠે […]

India
e2d86aba3fbe1a4d9b3a30debb59ba80 સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ વિરુદ્ધ 2009 નાં અવમાનના મામલામાં AG ની માંગી મદદ
e2d86aba3fbe1a4d9b3a30debb59ba80 સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ વિરુદ્ધ 2009 નાં અવમાનના મામલામાં AG ની માંગી મદદ

પ્રશાંત ભૂષણ સામે 2009 અદાલતની થયેલી અવમાનના મામલે સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલની મદદ માંગી છે. સુપ્રીમ કોર્ટે વેણુગોપાલને આ મામલે મદદ કરવા અને પ્રશ્ન નક્કી કરવા જણાવ્યું છે. જણાવી દઈએ કે, પ્રશાંત ભૂષણ કન્ટેમ્પ કેસની સુનાવણી 12 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે. જસ્ટિસ એ.એમ.ખાનવીલકર, દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્નાની ત્રણ જજોની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મામલાની સુનાવણી કરી હતી. આપને જણાવી દઈએ કે, અગાઉ ન્યાયાધીશ અરૂણ મિશ્રાની ખંડપીઠે આ મામલો સીજેઆઈને આપ્યો હતો. જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે, તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, તેમની પાસે સમય ઓછો છે. આ મામલાને બંધારણીય બેંચ સમક્ષ મોકલવો જોઇએ કે નહીં, નવી બેંચ નિર્ણય લેશે.

જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું હતું કે અમે કેસનો અંત લાવવા માંગીએ છીએ, પરંતુ કેટલાક મૂળ પ્રશ્નો છે કે જો તમને કોઈ જજ સામે કોઈ ફરિયાદ હોય તો કાર્યવાહી કેવી હોવી જોઈએ? કયા સંજોગોમાં આવા આક્ષેપો થઈ શકે તે પણ એક સવાલ છે. ભૂષણનાં વકીલ રાજીવ ધવને કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે સવાલ ઉઠાવ્યો તે યોગ્ય નથી. ધવને સૂચન કર્યું હતું કે અવમાનના કેસ બંધ થવો જોઈએ અને બેંચ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની મોટી બેંચને મોકલવા જોઈએ. વકીલે દલીલ કરી હતી કે નિવૃત્ત ન્યાયાધીશો વિશે ભૂષણે જે કહ્યું હતું, તે ન્યાયાધીશ તે સમયે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની સ્થિતિમાં નહોતા, તેથી તે સુપ્રીમ કોર્ટની અવમાનના નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પહેલા વિચાર કરવો જરૂરી છે કે આવા નિવેદન આપતા પહેલા આંતરિક ફરિયાદ કરવી યોગ્ય નથી કે કેમ? 2009 નાં 11 વર્ષ જુના અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણની સ્પષ્ટતા અને અફસોસ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ કેસ ભૂષણ દ્વારા તેહલકા મેગેઝિનને 11 વર્ષ પહેલા આપેલા ઇન્ટરવ્યુનો છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતનાં 16 મુખ્ય ન્યાયાધીશોમાંથી અડધા ભ્રષ્ટ છે. વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ અદાલતનાં અવમાનનાની કાર્યવાહી ચલાવતા પહેલા, કોર્ટ પ્રથમ નિર્ણય લેશે કે ભુષણનાં શબ્દો ભ્રષ્ટાચારીકોર્ટની અવમાન ગણાશે કે નહી. પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો, જેમાં કહ્યું હતું કે ન્યાયાધીશોમાં ભ્રષ્ટાચાર માત્ર આર્થિક નથી હોતા. તમારા પદનો ખોટો લાભ લેવો, ભાઈ- ભત્રીજાવાદ તેના કાર્યક્ષેત્રમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.