નવી દિલ્હી,
પાકિસ્તાનના સૈનિકો દ્વારા ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કરીને તેઓના મૃતદેહને ક્ષત વિક્ષિત કરાયા બાદ ભારત સરકાર દ્વારા પાક. સાથેની વિદેશ સ્તરની વાર્તા રદ્દ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, BSFના સૈનિક સાથે આચરવામાં આવેલી ક્રૂરતા બાદ પાકિસ્તાન તરફથી વાતચીત માટેનો એક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સંભાવનાઓ જોવા મળીરહી હતી કે, ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશી વચ્ચે ન્યુયોકમાં વાતચીત થવાની છે. પરંતુ હવે આ તમામ સંભાવનાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે.
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન દ્વારા હાલમાં જ ૨ કારણો પર મુલાકાત રદ્દ કરવામાં આવી ચુકી છે. પાકિસ્તાન તરફથી અમારા એક સુરક્ષાકર્મીની દર્દનાક હત્યા અને પાકિસ્તાનમાં જાહેર કરવામાં આવેલી ૨૦ પોસ્ટ ટિકિટ કે જેમાં આતંકીઓની તસ્વીર સામે આવી છે”.
https://twitter.com/ANI/status/1043109216272240640
વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના શરૂઆતના કાર્યકાળની નિયત સામે આવી ગઈ છે. આ સાથે જ ઇમરાન ખાનનો અસલી ચહેરો સામે આવી ગયો છે”.
આ કારણો હોઈ શકે છે જવાબદાર
માનવામાં આવી રહ્યું છે કે, ભારત દ્વારા પાકિસ્તાન સાથેની મુલાકાત રદ્દ કરવા પાછળ BSFના જવાન સાથે આચરવામાં આવેલી ક્રુરતાને મુખ્ય કારણ બતાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આતંકીઓ દ્વારા શુક્ર્વારે કરાયેલી ૩ પોલીસકર્મીઓની હત્યાને પણ જવાબદાર મનાઈ રહ્યું છે.
આતંકીઓએ શોપિયાં જિલ્લામાં ૩ પોલીસકર્મીઓની કરી હતી હત્યા
મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારના રોજ ૨ એસપીઓ સહિત ૩ પોલીસકર્મીઓ ગુમ થયા હોવાની માહિતી મળી હતી. જો કે ત્યારબાદ સમાચાર સામે આવ્યા હતા કે, આતંકવાદીઓ દ્વારા પોલિસકર્મીઓનું તેઓના ગામમાંથી અપહરણ કરીને લઇ જવામાં આવ્યા હતા અને તેઓની હત્યા કરવામાં આવી હતી.
આતંકવાદીઓ દ્વારા કરાયેલી ૩ પોલીસકર્મીઓની હત્યા બાદ તેઓનો મૃતદેહ શોપિયાના વનગામમાંથી મળ્યાં હતા.
આ ઉપરાંત પાકિસ્તાનના સૈનિકો દ્વારા ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કરીને તેઓના મૃતદેહને ક્ષત વિક્ષિત કરવામાં આવ્યો હતો.