Not Set/ કર્ણવતી કલબ બન્યું કોરોના કલબ…3 મેનેજર – 6 સ્વીપર કોરોના પોઝિટિવ

ગુજરાતમાં ક્લબ અને આવી અનેક સંસ્થાનો પાછલા પાંચ મહિનાથી કોરોનાનાં કહેરનાં કારણે બંધ રાખવામાં આવી હતી. લોકો પોતાના સ્વાસ્થ્યનાં કારણે અને આવી જ બીજી અનેક પ્રવૃતીઓનાં કારણે લાંબા સમયથી ક્લબો ક્યારે ખોલવાની સરકાર છુટ આપે તેવી રાહમાં હતા. અંતે સરકારે ક્લબો ખોલવાની છુટ આપી અને સાથે સાથે કોરોના માર્ગદર્શીકાનું ચૂસ્ત પણે પાલન કરવાનું સુચન પણ […]

Ahmedabad Gujarat
51065338570d9a46fd99cbbbe5c113b1 કર્ણવતી કલબ બન્યું કોરોના કલબ...3 મેનેજર - 6 સ્વીપર કોરોના પોઝિટિવ
51065338570d9a46fd99cbbbe5c113b1 કર્ણવતી કલબ બન્યું કોરોના કલબ...3 મેનેજર - 6 સ્વીપર કોરોના પોઝિટિવ

ગુજરાતમાં ક્લબ અને આવી અનેક સંસ્થાનો પાછલા પાંચ મહિનાથી કોરોનાનાં કહેરનાં કારણે બંધ રાખવામાં આવી હતી. લોકો પોતાના સ્વાસ્થ્યનાં કારણે અને આવી જ બીજી અનેક પ્રવૃતીઓનાં કારણે લાંબા સમયથી ક્લબો ક્યારે ખોલવાની સરકાર છુટ આપે તેવી રાહમાં હતા. અંતે સરકારે ક્લબો ખોલવાની છુટ આપી અને સાથે સાથે કોરોના માર્ગદર્શીકાનું ચૂસ્ત પણે પાલન કરવાનું સુચન પણ આપ્યું. જ્યારે ક્લબો બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો ત્યારે જે ડર હતો તે આત્યારે ક્લબ ખોલતાની સાથે જ સાચો હોય તેવી ઘટના સામે આવી છે. 

અમદાવાદની શાન સમી અને રોજે હજારો માણસો જ્યા અવરજવર કરે છે તેવી કર્ણાવતી ક્લબ – કોરોના ક્લબમાં પલટાઇ ગઇ હોવાનુ સામે આવી રહ્યું છે. કર્ણવતી કલબ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. કર્ણવતી કલબમાંથી એક સાથે અધધ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એક સાથે કર્ણવતી કલબમાં જૂદી જૂદી પોઝિશન પર કામ કરતા 9 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. કર્ણવતી કલબનાં 3 મેનેજર કક્ષાના વ્યક્તિ અને 6 સ્વીપરને કોરોના પોઝિટિવ આવ્યો છે.  

એક સાથે આટલા કેસ પોઝિટિવ આવ્યા હોય અનેક સાવલો ઉઠી રહ્યા છે. પહેલો અને અહમ સવાલ તો એ છે કે આ સામે આવેલા 9 કોરોના પોઝિટિવ વ્યક્તિઓ દ્વારા કેટલા લોકો સુધી સંક્રમણ પહોંચ્યું હશે.? સરકારે છૂટ આપતા કલબ થોડા દિવસ પહેલા જ ચાલુ થઈ હતી ત્યારે શુ હવે કલબને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરશે.?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews