Not Set/ CM ઉદ્ધવ ઠાકરે પર કંગનાએ સાધ્યું નિશાન કહ્યું, – જેને એક્સપોઝ કર્યું, તેની સાથે ફરે છે પુત્ર આદિત્ય

  કંગનાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની મૂળ સમસ્યા એ છે કે મેં ફિલ્મ માફિયા, સુશાંત સિંહ રાજપૂતના હત્યારાઓ અને તેના ડ્રગ રેકેટનો પર્દાફાશ કેમ કર્યો. તેઓ મને ફીટ કરવા માગે છે. ઠીક છે તમે પ્રયાસ કરો કંગના રાણાઉત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાનું નામ નથી લઈ રહી. કંગના બોલીવુડના […]

India
03196829e17da2baa526cb4ae1d49f7b CM ઉદ્ધવ ઠાકરે પર કંગનાએ સાધ્યું નિશાન કહ્યું, - જેને એક્સપોઝ કર્યું, તેની સાથે ફરે છે પુત્ર આદિત્ય
03196829e17da2baa526cb4ae1d49f7b CM ઉદ્ધવ ઠાકરે પર કંગનાએ સાધ્યું નિશાન કહ્યું, - જેને એક્સપોઝ કર્યું, તેની સાથે ફરે છે પુત્ર આદિત્ય 

કંગનાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની મૂળ સમસ્યા એ છે કે મેં ફિલ્મ માફિયા, સુશાંત સિંહ રાજપૂતના હત્યારાઓ અને તેના ડ્રગ રેકેટનો પર્દાફાશ કેમ કર્યો. તેઓ મને ફીટ કરવા માગે છે. ઠીક છે તમે પ્રયાસ કરો

કંગના રાણાઉત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાનું નામ નથી લઈ રહી. કંગના બોલીવુડના એવા કેટલાક સ્ટાર્સમાંની એક છે જે શિવસેના પક્ષની સામે ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહી છે. ઘણાં સોશ્યલ મીડિયા યૂઝર્સ એવું પણ માને છે કે કંગનાને ક્યાંક ને ક્યાંક રાજકીય આશ્રય છે, તેથી તે અનેક મુશ્કેલીઓ છતાં મહારાષ્ટ્ર સરકારને સતત નિશાન બનાવી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે કંગનાની માતાએ પણ શિવસેના પર આકરા પ્રહારો કર્યા છે અને તાજેતરમાં જ તે ભાજપ પાર્ટીમાં સામેલ થઈ છે. કંગનાએ ફરી એકવાર એક ટ્વિટ દ્વારા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે.

6429b0fa8059bc2ac3f5e4f1e6939b53 CM ઉદ્ધવ ઠાકરે પર કંગનાએ સાધ્યું નિશાન કહ્યું, - જેને એક્સપોઝ કર્યું, તેની સાથે ફરે છે પુત્ર આદિત્ય

કંગનાએ એક ટ્વિટમાં કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની મૂળ સમસ્યા એ છે કે મેં શા માટે ફિલ્મ માફિયા, સુશાંત સિંહ રાજપૂતનાં હત્યારાઓ અને તેના ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો, જેની સાથે તેમનો પુત્ર આદિત્ય ઠાકરે ફરતો હતો. મેં મોટો ગુનો કર્યો છે અને હવે તેઓ મને ફિક્સ માગે છે. ઠીક છે તમે પ્રયાસ કરો ચાલો જોઈએ કે કોણ કોને ફિક્સ કરે છે.

તમને જણાવી દઈએ કે કંગના સુશાંત સિંહ રાજપૂત કેસમાં પોતાના બિન્દાસ બોલથી ઘણા ફિલ્મ માફિયા અને બોલિવૂડની અનેક હસ્તીઓને નિશાન બનાવ્યું છે. જોકે, શિવસેનાના નેતા સંજય રાઉત સાથેની ચર્ચાએ તેમને ભારે પડી છે. ખરેખર, રાઉત સાથેના ટ્વિટર યુદ્ધ દરમિયાન, કંગનાએ મુંબઈને અસલામત અને પીઓકે હોવાનું કહ્યું હતું. એ જ સંજયે કંગનાને અપશબ્દો કહ્યા હતા. આ પછી બીએમસીએ કંગનાની ઓફિસમાં કાર્યવાહી કરી ગેરકાયદે બાંધકામોમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ કંગનાએ તેની ઓફિસની તુલના રામ મંદિર અને BMC ના કર્મચારીઓની તુંલના બાબર સાથે કરી હતી.

ત્યારબાદ કંગનાએ સીધા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું અને તેમણે એમ પણ કહ્યું છે કે ટૂંક સમયમાં ઠાકરેનું અભિમાન તૂટી જશે. બીએમસીની કાર્યવાહી બાદ મુંબઇ પોલીસ કંગનાના ડ્રગ્સ એંગલની પણ તપાસ કરી શકે છે. કંગનાએ એક વીડિયોમાં કહ્યું હતું કે તેને  ડ્રગની લત હતી પરંતુ હવે તેણે તે બધી બાબતોને પાછળ છોડી દીધી છે. જોકે, કેન્દ્ર સરકાર આ મામલે કંગનાને ખૂબ મદદ કરી રહી છે અને તાજેતરમાં જ તેને વાય-ક્લાસ સિક્યુરિટી પણ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.