Not Set/ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ મામલો/ અડવાણી સહિતના આરોપીઓને હાજર રહેવા કોર્ટનો આદેશ

 રામ મંદિરનું ભૂમિ પૂજન ભલે થી ગયું હોય પરંતુ હજુ પણ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં સીબીઆઇની વિશેષ અદાલત 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપશે.  કોર્ટે આ કેસના આરોપીઓ લાલકૃષ્ણ અડવાણી, એમએસ જોશી, કલ્યાણ સિંહ અને ઉમા ભારતીને ચુકાદના દિવસે કોર્ટમાં હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા. નોંધનીય છે કે છ ડિસેમ્બર 1992ના રોજ વિવાદીત ઢાંચાને તોડી પાડવા […]

India
aae3aafbda1c1bc13c5b255762caa93d બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ મામલો/ અડવાણી સહિતના આરોપીઓને હાજર રહેવા કોર્ટનો આદેશ
aae3aafbda1c1bc13c5b255762caa93d બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ મામલો/ અડવાણી સહિતના આરોપીઓને હાજર રહેવા કોર્ટનો આદેશ રામ મંદિરનું ભૂમિ પૂજન ભલે થી ગયું હોય પરંતુ હજુ પણ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં સીબીઆઇની વિશેષ અદાલત 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપશે.  કોર્ટે આ કેસના આરોપીઓ લાલકૃષ્ણ અડવાણી, એમએસ જોશી, કલ્યાણ સિંહ અને ઉમા ભારતીને ચુકાદના દિવસે કોર્ટમાં હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા.

નોંધનીય છે કે છ ડિસેમ્બર 1992ના રોજ વિવાદીત ઢાંચાને તોડી પાડવા મામલામાં પૂર્વ નાયબ વડાપ્રધાન , પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રિય મંત્રી મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, ભાજપ નેતા વિનય કટિયાર, મહંત નૃત્ય ગોપાલ દાસ સહિત કુલ 32 આરોપી છે. આ અગાઉ તમામ આરોપીઓની સુનાવણી દરમિયાન ઓનલાઇન કોર્ટમાં રજૂ કરાયા હતા.

અયોધ્યામાં વિવાદિત માળખાના વિધ્વંસ મામલામાં વિશેષ સીબીઆઈ કોર્ટે બધા પક્ષની દલીલો, જુબાની, કેટેકિઝમ સાંભળ્યા બાદ 11 સપ્ટેમ્બરે મામલાની સુનાવણી પૂરી કરી લીધી હતી. બે સપ્ટેમ્બરથી ચુકાદો લખાવાનો શરૂ થઈ ગયો હતો.

આ પહેલા વરિષ્ઠ વકીલ મૃદલ રાકેશ, આઈબી સિંહ અને મહિપાલ અહલૂવાલિયાએ આરોપીઓ તરફથી મૌખિક દલીલો રજૂ કરી, ત્યારબાદ સીબીઆઈના વકીલો લલિત સિંહ, આરકે યાદવ અને પી. ચક્રવર્તીએ પણ મૌખિલ દલીલો આપી હતી.

આ પહેલા વરિષ્ઠ વકીલ મૃદલ રાકેશ, આઈબી સિંહ અને મહિપાલ અહલૂવાલિયાએ આરોપીઓ તરફથી મૌખિક દલીલો રજૂ કરી, ત્યારબાદ સીબીઆઈના વકીલો લલિત સિંહ, આરકે યાદવ અને પી. ચક્રવર્તીએ પણ મૌખિલ દલીલો આપી હતી.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે કેસ સંબંધિત સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો જેથી વિશેષ કોર્ટનો પુરો પ્રયાસ છે કે આ સમયસીમા સુધી કેસનો ચુકાદો આપી દેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.