Not Set/ કોરોનાનાં કારણે મહારાષ્ટ્રની માઠી, મુંબઇમાં કલમ 144 લાગુ કરવામાં આવી..શું પાછુ ફરી રહ્યું છે લોકડાઉન..?

દેશમાં કોરોનાએ જો કે ક્યારેય ઢીલું મુક્યું જ નથી પરંતુ ફરી એક વખત કોરોના ક્રાઇસીસ લાગુ થાય તેવી રીતે દેશમાં 24 કલાકમાં કુલ 96 હજાર નવા કેસ નોંધવામાં આવતા અત્યાર સુધીમાં દેશમાં કુલ કોરોના કેસનો આંક 52 લાખને પાર પહોંચી ગયો છે. જો કે, સરકારી આંકડા પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં 87 હજાર દર્દીએ રિકવર પણ કર્યું છે. દેશમાં કોરોનાનાં કારણે અત્યારે […]

Uncategorized
3d44eb6aa8e776ac186d63905df34ced કોરોનાનાં કારણે મહારાષ્ટ્રની માઠી, મુંબઇમાં કલમ 144 લાગુ કરવામાં આવી..શું પાછુ ફરી રહ્યું છે લોકડાઉન..?
3d44eb6aa8e776ac186d63905df34ced કોરોનાનાં કારણે મહારાષ્ટ્રની માઠી, મુંબઇમાં કલમ 144 લાગુ કરવામાં આવી..શું પાછુ ફરી રહ્યું છે લોકડાઉન..?

દેશમાં કોરોનાએ જો કે ક્યારેય ઢીલું મુક્યું જ નથી પરંતુ ફરી એક વખત કોરોના ક્રાઇસીસ લાગુ થાય તેવી રીતે દેશમાં 24 કલાકમાં કુલ 96 હજાર નવા કેસ નોંધવામાં આવતા અત્યાર સુધીમાં દેશમાં કુલ કોરોના કેસનો આંક 52 લાખને પાર પહોંચી ગયો છે. જો કે, સરકારી આંકડા પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં 87 હજાર દર્દીએ રિકવર પણ કર્યું છે. દેશમાં કોરોનાનાં કારણે અત્યારે સુધીમાં કુલ 84 હજાર લોકોનાં મોત પણ થયા છે. દેશભરમાં કોરોનાની સૌથી વધુ માઠી અસરો મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં પણ મુંબઇમાં નોંધવામાં આવી રહી છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાનાં હાહાકારથી પણ કઇક વધારે મચાવી રહ્યો હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. કોરોનાનું તાંડવ કહી શકાય તેવી રીતે મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાકમાં 24000 રેકોર્ડ બ્રેક કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવ્યા. મહારાષ્ટ્રમાં કોરોનાનો અજગરભરડો આટલો તો મજબૂતી સાથે જોવામાં આવી રહ્યો છે કે છેલ્લાં 24 કલાકમાં 24,619 નવા કેસ નોંધાયા છે. 

મહારાષ્ટ્રનાં મુંબઈ શહેર કોરોનાનો કહેર એટલો તો વધ્યો છે કે, મુંબઇમાં કલમ 144ની લાગુ કરી દેવામાં આવી છે. જી હા, કોરોનાનું સંક્રમણ વધતા મુંબઈ પોલીસ દ્વારા આ નિર્ણય જાહેર કરી મુંબઇમાં આગામી 30 સપ્ટેમ્બર સુધી 144ની કલમ લાગુ રહેશે. આ સમય ગાળામાં લોકોને ફક્ત  કટોકટીમાં જ બહાર નીકળવાની મંજૂરી અપાશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક સમયે લોકડાઉન સામે આંગળ ચીંધતા તમામ લોકો આજે ફરી સ્વયંભૂ લોકડાઉન તરફ વળવાની ફરજ પડી હોવાનું અનુભવી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews