Not Set/ હનીટ્રેપ/ ઓનલાઈન ડેટીંગ એપ્લિકેશનના શોખીન માટે ચેતવણીરૂપ કિસ્સો…

  ઓનલાઈન ડેટીંગ એપ્લિકેશનના શોખીન માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ટીન્ડર એપ્લિકેશન પર યુવતી સાથે સુંવાળા સબંધ થઈ જતા વેપારી અને યુવતી રૂમમાં પોહ્ચ્યાને હનીટ્રેપનો શિકાર થતાની સાથે જ 20 લાખ ખોવાનો વારો આવ્યો હતો.  ત્યારે સેટેલાઇટ પોલીસ આ ગેંગના એક યુવતી અને એક યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. […]

Ahmedabad Gujarat
7d6c022f9e8f8fcb4d20eef987cea7d1 હનીટ્રેપ/ ઓનલાઈન ડેટીંગ એપ્લિકેશનના શોખીન માટે ચેતવણીરૂપ કિસ્સો...
7d6c022f9e8f8fcb4d20eef987cea7d1 હનીટ્રેપ/ ઓનલાઈન ડેટીંગ એપ્લિકેશનના શોખીન માટે ચેતવણીરૂપ કિસ્સો... 

ઓનલાઈન ડેટીંગ એપ્લિકેશનના શોખીન માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ટીન્ડર એપ્લિકેશન પર યુવતી સાથે સુંવાળા સબંધ થઈ જતા વેપારી અને યુવતી રૂમમાં પોહ્ચ્યાને હનીટ્રેપનો શિકાર થતાની સાથે જ 20 લાખ ખોવાનો વારો આવ્યો હતો.  ત્યારે સેટેલાઇટ પોલીસ આ ગેંગના એક યુવતી અને એક યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ ફરિયાદની વાત કરીએતો  અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા અને શેરબજાર વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીને પત્ની સાથે છૂટાછેડા થઈ જતા તેઓ પત્ની વિનાનું જીવન જીવતા હતા.  ત્યારે વેપારીએ ઓનલાઈન ડેટીંગ માટેની  ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં સ્વરૂપવાન જાનવી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી.

મિત્રતા ધીમે ધીમે આગળ વધી હતી અને વેપારી એ જાનવી સાથે પહેલા અલગ અલગ કોફીબાર અને જાહેર સ્થળ પર મુલાકાત કરી હતી ત્યાર બાદ વેપારી એ વધુ અંગત મુલાકત કરવાનું કહેતા જાનવી એ પોતાની મિત્ર ના ફ્લેટમાં જવા માટે કહ્યું હતું.  વેપારી અને જાનવી ફલેટ માં જઈ ને અંગત પળો માણવાની શરૂવાત કરતા ની સાથે જ ખાખી ડ્રેસ સહીત ના અમુક શખ્સો રૂમમાં આવી ગયા અને વેપારી પર બળાત્કારનો કેસની ધમકી આપી ત્યાર બાદ કલાકો સુધી માર મારવા માં આવ્યો હતો અને 50 લાખ ની માંગણી કરી હતી. ત્યાર બાદ શેરબજારના વેપારીએ પોતાની આબરૂ રાખવા મટે થી 20 લાખનો હવાલો પીએમ આંગડિયામાં પડાવ્યો હતો અને ત્યાર બાદ આ ખાખી ડ્રેસ માં આવેલ સહીત શખ્સોએ વેપારી નો છુટકારો કર્યો હતો.

આ ઘટના ના 10 દિવસ વીતી ગયા બાદ વેપારી એ હાશકારો લીધો હતો કે તે પોલીસના કેસમાં થી બચી ગયો પણ વેપારી ને શંકા ગઈ કેમ કે જે ખાખી વર્દીમાં શખ્સ આવેલ હતો તેણે પોતાની ઓળખાણ કે કે ઝાલા ગોતા પોલીસ ચોકીથી ઓળખાણ આપી હતી અને અન્ય એક શખ્સએ રાઇટર યુવરાજસિંહ ની ઓળખાણ આપી હતી.  ત્યાર બાદ ભોગનાનનાર વેપારી એ સોલા પોલીસ સ્ટેશન સહીત ગોતા પોલીસ ચોકીએ માં તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે નકલી પોલીસ હતી.  અને થોડા જ દિવસ બાદ અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનમાં સમિર ચારણીયા નામના એક શખ્સ ની 50 હજાર ની રોકડ રકમ સાથે નકલી પોલીસ ની ધરપકડ કરી હતી.  જે સમાચાર જોઈ ભોગ બનનાર વેપારી આનંદનગર પોલીસ સ્ટેશન પોહ્ચ્યો હતો જ્યા જોયું તો ખ્યાલ આવ્યો એ જે દિવસ ની જાનવી સાથે ફલેટ પર ગયો ત્યારે જે પોલીસએ તેના પર રેડ કરી હતી એ નકલી પોલીસ હતી અને સીધો જ સેટેલાઇટ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી ને ફરિયાદ નોંધાવતા નો સાથે જ સમીર ચારણિયા અને શીતલ આમ બે લોકો ની ધરપકડ કરી હતી ત્યારે પોલીસે વધુ તપાસ કરી તો ચુકાવનારી વિગત સામે આવી હતી.

પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે સૌરાષ્ટ્રની ગેડીયા ગેંગ છે જે ગેંગમાં 2 યુવતી અને 5 જેટલા યુવકો છે.  જે ગેંગ માટે ને માત્ર વેપારી અને ઉદ્યોગપતિને ટાર્ગેટ બનાવી ત્યાર બાદ હનીટ્રેપ કરી લખો રૂપિયા પડાવે છે ત્યારે સેટેલાઇટ પોલીસે મીર ચારણિયા અને શીતલ ની ધરપકડ કરી વધુ ફરાર આરોપી ની શોધ શરુ કરી છે સાથે જ અન્ય કેટલા કે વેપારીઓ આ ગેંગ નો ભોગ બન્યા નો ચોંકાવનારો ખુલાસો પોલીની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….