Not Set/ અમદાવાદ/ વધુ એક કોરોના વોરિયર્સ જીવન સામે હાર્યા જંગ, નરોડા પોલીસ સ્ટેશનના PSI નું નિધન

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં તેનો કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે આવમાં   કોરોનાને માત આપવા લડી રહેલા કોરોના વોરિયર્સ સતત પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને કોરોના સામે લડી રહેલા આ વોરિયર્સ રાત-દિવસ સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે.વધુ એક કોરોના વોરિયરનું મોત નિપજ્યું છે. નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યું છે. કોરોનાની સારવાર […]

Ahmedabad Gujarat
2a8469e7d6c66b4a003e84769cb240f4 અમદાવાદ/ વધુ એક કોરોના વોરિયર્સ જીવન સામે હાર્યા જંગ, નરોડા પોલીસ સ્ટેશનના PSI નું નિધન
2a8469e7d6c66b4a003e84769cb240f4 અમદાવાદ/ વધુ એક કોરોના વોરિયર્સ જીવન સામે હાર્યા જંગ, નરોડા પોલીસ સ્ટેશનના PSI નું નિધન

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં તેનો કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે આવમાં   કોરોનાને માત આપવા લડી રહેલા કોરોના વોરિયર્સ સતત પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને કોરોના સામે લડી રહેલા આ વોરિયર્સ રાત-દિવસ સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે.વધુ એક કોરોના વોરિયરનું મોત નિપજ્યું છે. નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યું છે. કોરોનાની સારવાર દરમિયાન વહેલી સવારે PSI એ.એન.ભટ્ટનું મોત નીપજ્યું છે. આ નિધનથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકનો માહોલ ફેલાયો છે.

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એન.ભટ્ટ કોરોના સામેની જંગ હાર્યા છે. જણાવીએ કે, 12 સપ્ટેમ્બર સુધી PSI એ.એન. ભટ્ટ ડ્યુટી પર હતા. આ દરમિયાન તેઓને તાવ આવ્યો હતો. 13 સપ્ટેમ્બરના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. જો કે આ સમય દરમિયાન તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી પણ તેઓની તબિયત વધુ લથડતા તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દરમિયાન તેઓનું આજે નિધન થયુ છે.

તેમની ઉંમર 57 વર્ષની હતી. લાંબા ગાળાની પોતાની પોલીસ તરીકેની ડ્યૂટી વચ્ચે તેમને નિવૃત્તિમાં માંડ હવે થોડા વર્ષો બાકી હતા. તેઓ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા

મહત્વનું છે કે સ્ટેટ આઈબીના 8 અધિકારી પણ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે જેમાં 5 એસપી 1 ડીવાયએસપી 2 પીઆઈનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.