Not Set/ વિધાનસભા સત્ર પહેલા ભાજપના પણ એક ધારાસભ્યને કોરોના પોઝીટીવ

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી ૨૧ સપ્ટેમ્બરના રોજ શરુ થઇ રહ્યું છે. ચોમાસું સત્ર પહેલા વિધાનસભાના તમામ ધારાસભ્યોના કોરોના રીપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યા હતા. જે અનુસાર આજ રોજ ગાંધીનગર ખાતે ધારાસભ્યોના કોરોના રીપોર્ટની કામગીરી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ભાજપના પણ એક ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. […]

Uncategorized
21aaf9999bb9ccab86f50aacaa65eb29 વિધાનસભા સત્ર પહેલા ભાજપના પણ એક ધારાસભ્યને કોરોના પોઝીટીવ

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી ૨૧ સપ્ટેમ્બરના રોજ શરુ થઇ રહ્યું છે. ચોમાસું સત્ર પહેલા વિધાનસભાના તમામ ધારાસભ્યોના કોરોના રીપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યા હતા. જે અનુસાર આજ રોજ ગાંધીનગર ખાતે ધારાસભ્યોના કોરોના રીપોર્ટની કામગીરી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ભાજપના પણ એક ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સાણંદના ભાજપના ધારાસભ્ય કનું પટેલનો એન્ટીજેન ટેસ્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. કનુ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વિધાનસભા પરિસર છોડી ગયા છે. અને હવે તેઓ વિધાનસભા સત્ર માં ભાગ લઇ શકશે નહિ.

નોધનીય છે કે, આ ટેસ્ટીંગ પ્રક્રિયામાં કોંગ્રેસના પણ ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જેમાં ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, વ્યારા ધારાસભ્ય પુના ગામીત અને લાઠી-બાબરાના ધારાસભ્ય વીરજી ભાઈ ઠુમ્મરનો સમાવેશ થાય છે. આમ આજે કરવામાં આવેલા ટેસ્ટીંગ માં અત્યાર સુધીમાં કુલ ચાર ધારાસભ્યો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. 

નોધનીય છે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદીએ ટૂંકા સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત કોવિડ-19નો રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાના આદેશ કર્યા છે અને મંત્રીઓ, ધારાસભ્યા માટે અલગ બેઠક વ્યવસ્થા સાથે કેટલાક કડક નિયમો પણ બનાવ્યા છે. આ ઉપરંત પહેલી વાર કોઈ પણ મંત્રીના મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ નહીં અપાય. કોરોના મહામારીને કારણે સંજોગો બદલાતા આ વખતે વિધાનસભામાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….