Not Set/ પરિણીતી ચોપરા તેના જીજા પાસે માંગશે 37 કરોડ રૂપિયા, કારણ જાણશો તો અંચબામાં પડશો

મુંબઇ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન અંગે હાલ ઘણી વાતો સાંભળવા મળી રહી છે.એવું માનવામાં આવે છે કે દિવાળીની આસપાસ પ્રિયંકા અને નિક જોધપુરમાં લગ્ન કરી શકે છે.આ દરમિયાન એક એવી વાત પણ સામે આવી છે કે નિકની સાળી પરિણીતી ચોપરા પોતાના ભાવિ જીજા પાસે જૂતા છુપાવવાની રસ્મ માટે એવી ડિમાન્ડ કરી દીધી છે […]

Uncategorized
tr પરિણીતી ચોપરા તેના જીજા પાસે માંગશે 37 કરોડ રૂપિયા, કારણ જાણશો તો અંચબામાં પડશો

મુંબઇ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન અંગે હાલ ઘણી વાતો સાંભળવા મળી રહી છે.એવું માનવામાં આવે છે કે દિવાળીની આસપાસ પ્રિયંકા અને નિક જોધપુરમાં લગ્ન કરી શકે છે.આ દરમિયાન એક એવી વાત પણ સામે આવી છે કે નિકની સાળી પરિણીતી ચોપરા પોતાના ભાવિ જીજા પાસે જૂતા છુપાવવાની રસ્મ માટે એવી ડિમાન્ડ કરી દીધી છે કે જે આજ સુધી કોઈપણ સાળીએ નહીં કરી હોય.

પરિણીતીએ મીડીયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેણે જીજા પાસેથી જૂતા છુપાવવાની રસ્મને બદલે ૫ મિલિયન ડૉલર (37 કરોડ રૂપિયા)ની ડિમાન્ડ કરી છે. પરંતુ જીજા તેમની સાળી કરતા પણ વધુ ચાલાક નીકળ્યા.

પરિણીતીએ એમ પણ કહ્યું કે તેનો જીજાજી કોઇ આલતુફાલતુ નહીં હોય અને તેની પાસે કરોડો રૂપિયા હશે. ઈન્ટરવ્યૂ દરમિયાન પરિએ જણાવ્યું કે, જીજા નિકે તેને 10 ડૉલર (740 રૂપિયા) આપવાનો વાયદો કર્યો છે. પરિનું કહેવું છે કે, તે પોતાના જીજાને આટલી સરળતાથી છોડવાની નથી.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકાનો પતિ નિક હોલીવુડનો જાણીતો સીંગર છે અને તેની પાસે કરોડો રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

પરિણીતીએ પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું કે, તે દીદી પ્રિયંકા ચોપરાના લગ્ન માટે કઈ તૈયારીઓ કરી ચૂકી છે.

ઈન્ટરવ્યૂના એક સવાલના જવાબમાં પરિણીતીએ જણાવ્યું હતું કે તે દીદીના લગ્નમાં કયા ગીતો પર ડાન્સ કરશે. તેણે જણાવ્યું કે, તે ‘તૂને મારી એન્ટ્રી..’, ‘રામ ચાહે લીલા ચાહે રામ..’ જેવા ગીતો પર ડાન્સ કરશે. આ ઉપરાંત તે જીજા નિકના ગીતો પર પણ ડાન્સ કરશે.

પ્રિયંકાની ઓગસ્ટમાં થયેલી રોકા સેરેમનીમાં પરિણીતી ઘણી એક્સાઈટેડ હતી. સેરેમનીમાં પહોંચવાવાળી તે પ્રથમ સેલેબ હતી. રોકા સેરેમની પહેલા તે પોતાની બહેન અને ભાવિ જીજા સાથે ગોવામાં વેકેશન માણવા પણ ગઈ હતી.