Not Set/ કૃષિ બિલના વિરોધમાં સસપેન્ડ કરાયેલા 8 સાંસદો સંસદની બહાર જ રાતભર કરશે ધરણા…

સંસદનાં ચોમાસા સત્રનાં આજે 8મો દિવસ છે. કૃષિ બિલ 2020ને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચેનું ઘર્ષણ યથાવત જોવામા આવ્યું હતું. રાજ્યસભામાં રવિવારે કૃષિ બિલને લઈને હંગામો કરનારા વિપક્ષના 8 સાસંદોને આજે રાજ્યસભાનાં સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ આખા સત્ર માટે સસપેન્ડ કરી દીધા હતા. સસપેન્શનનાં વિરોધમાં તમામ 8 સાંસદો સંસદ ભવનની બહાર જ ધરણા પર બેસી ગયા છે. સૂત્રોના […]

Uncategorized
0c990c382ceda78227018a37bab9c2a7 કૃષિ બિલના વિરોધમાં સસપેન્ડ કરાયેલા 8 સાંસદો સંસદની બહાર જ રાતભર કરશે ધરણા…
0c990c382ceda78227018a37bab9c2a7 કૃષિ બિલના વિરોધમાં સસપેન્ડ કરાયેલા 8 સાંસદો સંસદની બહાર જ રાતભર કરશે ધરણા…

સંસદનાં ચોમાસા સત્રનાં આજે 8મો દિવસ છે. કૃષિ બિલ 2020ને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચેનું ઘર્ષણ યથાવત જોવામા આવ્યું હતું. રાજ્યસભામાં રવિવારે કૃષિ બિલને લઈને હંગામો કરનારા વિપક્ષના 8 સાસંદોને આજે રાજ્યસભાનાં સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ આખા સત્ર માટે સસપેન્ડ કરી દીધા હતા. સસપેન્શનનાં વિરોધમાં તમામ 8 સાંસદો સંસદ ભવનની બહાર જ ધરણા પર બેસી ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સસ્પેન્ડ થયેલા સાંસદો આખી રાત અહીં જ ધરણા કરશે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ઘરેથી તકિયા-ગાદલા પણ મંગાવી લીધા છે.

સસ્પેન્ડ થનારા સાંસદોમાં ડેરેક ઓબ્રાયન (તૃણમૂલ કોંગ્રેસ), સંજય સિંહ (આમ આદમી પાર્ટી), રાજી સાતવ (કોંગ્રેસ), કેકે રાગેશ (સીપીઆઈ-એમ), રિપુણ બોરા (કોંગ્રેસ), ડોલા સેન (તૃણમૂલ કોંગ્રેસ), સૈયદ નાસિર હુસૈન (કોંગ્રેસ), અલમારામ કરીમ (સીપીઆઈ-એમ) સામેલ છે. બીજેપી સાંસદ દ્વારા આ તમામ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, જેને પગલે સભાપતિ વૈંકેયા નાયડુ દ્વારા સદનની કાર્યવાહી શરૂ થતાની સાથે જ તમામને સસ્પેન્ડ કરી દીધા હતા.

સસ્પેન્ડ કરતાની સાથે જ તમામ સાંસદો સંસદની અંદર ગાંધીજીનાં સ્ટેચ્યુ પાસે ધરણા પર બેસી ગયા છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોનો આક્ષેપ છે કે, જે રીતે કાલે ઉપસભાપતિએ વિપક્ષની કૃષિ બિલ પર મતવિભાજનની માંગણીનો અસ્વીકાર કર્યો, તે સંપૂર્ણ રીતે અસંવેધાનિક છે. હંગામા દરમિયાન જે રીતે માર્શલ દ્વારા સાંસદોની સાથે ધક્કામુક્કી કરવામાં આવી અને રાજ્યસભા ટીવીની કાર્યવાહીને રોકી દેવામાં આવી તે પણ સંસદની મર્યાદાઓ વિરુદ્ધ છે.

સસ્પેન્ડેડ સાંસદોનો એ પણ આરોપ છે કે, રવિવારે 12 રાજકીય દળોના 100 સાંસદો દ્વારા ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવને આજે સાંભળ્યા વગર રદ્દ કરવામાં આવ્યો હતો. સદન શરૂ થવાની સાથે ગઈકાલે ધમાલ મચાવનાર સાંસદોને સસપેન્ડ કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાં ફરીથી હંગામો શરૂ થતા સ્થગિત કરવામાં આવી હતી.

આ તમામ હંગામા વચ્ચે ગઈકાલે કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુરક્ષા) બિલ 2020 અને કૃષક કિંમત આશ્વાસન સમજોતા બિલ 2020ને પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં આ બિલને પહેલેથી મંજૂરી આપી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews