Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનો આંક 55 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

  ભારતમાં મંગળવાર એટલે કે 22 સપ્ટેમ્બરની સવાર સુધી, કોરોનાવાયરસનાં કુલ કેસ 55 લાખને વટાવી ગયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 75,083 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 1,053 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં કુલ કોરોનાનાં કેસ હવે 55,62,664 પર પહોંચી ગયા છે, જેમાં 9,75,861 સક્રિય કેસ, 44,97,868 […]

India
bf071823d58c7eea0949f776e0ee306f 6 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનો આંક 55 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા...
bf071823d58c7eea0949f776e0ee306f 6 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનો આંક 55 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા... 

ભારતમાં મંગળવાર એટલે કે 22 સપ્ટેમ્બરની સવાર સુધી, કોરોનાવાયરસનાં કુલ કેસ 55 લાખને વટાવી ગયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 75,083 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 1,053 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

દેશમાં કુલ કોરોનાનાં કેસ હવે 55,62,664 પર પહોંચી ગયા છે, જેમાં 9,75,861 સક્રિય કેસ, 44,97,868 રિકવરી કેસ અને 88,935 મૃત્યુનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલય કહે છે કે છેલ્લા 3 દિવસથી ભારતમાં સતત ક્રમમાં વધુ રિકવરી નોંધાઈ રહી છે.

આપને જણાવી દઇએ કે, 90,000 થી વધુ દર્દીઓ ઠઠીક થઇને પોતાને ઘરે પહોંચી ચુક્યા છે. દૈનિક રિકવરીઓની આ ઉંચી દરે ભારતને વિશ્વભરમાં સૌથી વધુ રિકવરી કેસોમાં ટોચ સ્થાન પર બનાવી દીધુ છે. આ સાથે, ભારતમાં રિકવરી દર 80 ટકાથી વધુ છે. વળી ભારતીય તબીબી સંશોધન પરિષદ કહે છે કે 21 સપ્ટેમ્બર સુધી કોવિડ-19 નાં કુલ 6,53,25,779 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી સોમવારે 9,33,185 સેમ્પલોનું ટેસ્ટિંગ કરાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.