Not Set/ “સ્કૂલ ફી માફ કરો, અમારી ભૂલ કમળનું ફૂલ”ના પોસ્ટર સાથે વાલીઓનો વિરોધ

  ગુજરાત રાજ્યમાં બાળકોની ફી મામલો ગૂંચવાઈને પડ્યો છે. સરકાર અને કોર્ટ બને એકબીજાની કોટમાં ફી મુદ્દે ગાળિયો ભેરવી રહી છે. અને તેનોપ ભોગ બિચારા વાલીઓએ બનવું પડી રહ્યું છે. ત્યારે આજરોજ અમદાવાદ શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વાલીગણ દ્વારા વિરોધ પ્રદર્શન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સ્લોગન સાથેના પ્લે કાર્ડ સાથે વાલીઓએ […]

Ahmedabad Gujarat
 

ગુજરાત રાજ્યમાં બાળકોની ફી મામલો ગૂંચવાઈને પડ્યો છે. સરકાર અને કોર્ટ બને એકબીજાની કોટમાં ફી મુદ્દે ગાળિયો ભેરવી રહી છે. અને તેનોપ ભોગ બિચારા વાલીઓએ બનવું પડી રહ્યું છે. ત્યારે આજરોજ અમદાવાદ શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વાલીગણ દ્વારા વિરોધ પ્રદર્શન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સ્લોગન સાથેના પ્લે કાર્ડ સાથે વાલીઓએ વિરોધ નોધાવ્યો હતો. જયા પળે કાર્ડ ઉપર લખવામાં આવ્યું હતું કે, “સ્કૂલ ફી માફ કરો, અમારી ભૂલ કમળનું ફૂલ જેવા સ્લોગન લખવામાં આવ્યા હતા

વાલીઓએ આક્ષેપ કર્યો કે ભુપેન્દ્રસિંહ પોતાનું ધારાસભ્ય પદ્દ બચાવવા સુપ્રીમમાં જતા હોય તો વાલીઓ માટે કેમ નહિ, સરકાર શાળા સંચાલકોના ખોળે બેસી ગઈ તેવો આક્ષેપ પણ વાલીઓએ કર્યો.  વિરોધ કરી રહેલા વાલીઓની વસ્ત્રાપુર પોલીસે અટકાયત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે મને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.