Not Set/ UNGAમાં PM મોદી: વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ ભારત, વિશ્વને કોવિડ -19 થી કરશે…

પીએમ મોદીએ ​​સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યું હતું. જેમા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 8-9 મહિનાથી આખી દુનિયા કોરોના વૈશ્વિક રોગચાળા સાથે સંઘર્ષ કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર આ વૈશ્વિક રોગચાળા સામે લડવાના પ્રયત્નોમાં ક્યાં છે? પ્રભાવશાળી પ્રતિસાદ ક્યાં છે? પીએમ મોદીએ કહ્યું કે, રોગચાળાના આ મુશ્કેલ સમયમાં ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દ્વારા 150 થી વધુ દેશોમાં […]

India
50438a88e4602e34f9a9314164807c9a UNGAમાં PM મોદી: વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ ભારત, વિશ્વને કોવિડ -19 થી કરશે...
50438a88e4602e34f9a9314164807c9a UNGAમાં PM મોદી: વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ ભારત, વિશ્વને કોવિડ -19 થી કરશે...

પીએમ મોદીએ ​​સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યું હતું. જેમા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 8-9 મહિનાથી આખી દુનિયા કોરોના વૈશ્વિક રોગચાળા સાથે સંઘર્ષ કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર આ વૈશ્વિક રોગચાળા સામે લડવાના પ્રયત્નોમાં ક્યાં છે? પ્રભાવશાળી પ્રતિસાદ ક્યાં છે?

પીએમ મોદીએ કહ્યું કે, રોગચાળાના આ મુશ્કેલ સમયમાં ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દ્વારા 150 થી વધુ દેશોમાં આવશ્યક દવાઓ મોકલવામાં આવી છે. મોદીએ કહ્યું કે, આજે વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદક દેશ તરીકે હું વૈશ્વિક સમુદાયને એક વધુ ખાતરી આપવા માંગુ છું. ભારતની રસી ઉત્પાદન અને રસી વિતરણ ક્ષમતા સમગ્ર માનવતાને આ સંકટમાંથી બહાર કાઢવામાં મદદ કરશે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકેની પ્રતિષ્ઠા અને વિશ્વના હિત માટે તેના અનુભવનો ઉપયોગ કરીશું. આપણો માર્ગ જનકલ્યાણથી જગકલ્યાણ છે. શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે ભારતનો અવાજ હંમેશા ઉગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…                                                                                              

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.