Not Set/ ઓડિશામાં શાહનો હુંકાર, જનતાના આશીર્વાદથી રાજ્યમાં બનશે BJP ની સરકાર

પુરી: ઓડિશાની ગરીબીની માટે મુખ્યમંત્રી નવીન પટનાયકને જવાબદાર ગણાવતા BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે કહ્યું હતું કે, કોંગ્રેસ અને બીજૂ જનતા દળ (બીજેડી) સહિતની વિપક્ષીય પાર્ટીઓ ‘મોદી ફોબિયા’થી પીડિત છે. અમિત શાહે કહ્યું હતું કે, ઓડિશાની જનતાના આશીર્વાદથી રાજ્ય અને કેન્દ્ર બંનેમાં બીજેપીની જ સરકાર બનશે. ઓડિશાના પુરીમાં મહિલા શક્તિ કેન્દ્ર સંમેલનને સંબોધિત […]

Top Stories India Trending Politics
BJP President Amit Shah said Opposition Parties Suffering from Modi Phobia

પુરી: ઓડિશાની ગરીબીની માટે મુખ્યમંત્રી નવીન પટનાયકને જવાબદાર ગણાવતા BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે કહ્યું હતું કે, કોંગ્રેસ અને બીજૂ જનતા દળ (બીજેડી) સહિતની વિપક્ષીય પાર્ટીઓ ‘મોદી ફોબિયા’થી પીડિત છે. અમિત શાહે કહ્યું હતું કે, ઓડિશાની જનતાના આશીર્વાદથી રાજ્ય અને કેન્દ્ર બંનેમાં બીજેપીની જ સરકાર બનશે.

ઓડિશાના પુરીમાં મહિલા શક્તિ કેન્દ્ર સંમેલનને સંબોધિત કરતા અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “મોદી સરકાર ‘મેકિંગ ઇન્ડિયા’માં જોડાઈ છે, જયારે કોંગ્રેસ અને વિપક્ષી દળો ‘બ્રેકિંગ ઇન્ડિયા’માં લાગી છે.”

પીએમ મોદીને હટાવવા સિવાય વિપક્ષનો કોઈ એજન્ડા નથી

BJP  અધ્યક્ષ શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે ‘ગરીબી હટાવો’ અને વિપક્ષ કહે છે ‘મોદી હટાવો’. પીએમ મોદીને હટાવવાની સિવાય વિપક્ષનો કોઈ એજન્ડા જ નથી. વિપક્ષને ‘મોદી ફોબિયા’ થઈ ગયો છે.

અમિત શાહે ઓડિશાની ગરીબીની માટે મુખ્યમંત્રી નવીન પટનાયકને જવાબદાર ઠરાવતા આક્ષેપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાઓ અને નાણાકીય સહાયતાને ગરીબો સુધી પહોંચાડવામાં આવતી નથી.

તેમણે ભર મૂક્યો હતો કે, ‘ઓડિશાની માતાઓ અને બહેનોના આશીર્વાદથી રાજ્ય અને કેન્દ્ર બંનેમાં બીજેપીની સરકાર બનેશે.’ બીજેપીના અધ્યક્ષ અમિત શાહે એવો પણ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીએ દેશમાં આયુષમાન યોજનાનો આરંભ કર્યો છે પરંતુ ઓડિશાની સરકાર આ યોજનાને રાજ્યમાં અમલી બનાવી રહી નથી.

‘મોદી સરકારે મહિલાઓનું સન્માન વધારવાનું કામ કર્યું છે’

શાહે આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં ઓડિશામાં અમારા ૧૪ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, વિવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી મોદી સરકારે મહિલાઓનું સન્માન કરવાનું કામ કર્યું છે.

શાહે કહ્યું હતું કે, વિકાસના મામલામાં પહેલાં સ્થાને આવવાના બદલે ઓડિશા મહિલાઓની સાથેના દુર્વ્યવહારમાં સૌથી આગળનું સ્થાન લઈ રહ્યું છે. બીજૂ જનતા દળની આ સરકારમાં હવે બીજૂ પટનાયકજીના સિદ્ધાંતો રહ્યા નથી.