Parliament/ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટને સુપ્રિમ કોર્ટની લીલીઝંડી, આવું હશે નવું ‘સંસદ ભવન’

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સુપ્રિમ કોર્ટે લીલીઝંડી આપી દીધી છે. તો નવા સંસદભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાથેના વાંધાઓ અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે નિર્ણય આપ્યો છે.

Top Stories India
corona 53 PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટને સુપ્રિમ કોર્ટની લીલીઝંડી, આવું હશે નવું 'સંસદ ભવન'

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સુપ્રિમ કોર્ટે લીલીઝંડી આપી દીધી છે. તો નવા સંસદભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાથેના વાંધાઓ અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે નિર્ણય આપ્યો છે. કોર્ટે નવા સંસદભવનના નિર્માણને મંજૂરી આપી દીધી છે. અદાલતે કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પર્યાવરણ મંજૂરી યોગ્ય રીતે અપાઈ હતી. આ સાથે એમ પણ કહ્યું હતું કે કન્સ્ટ્રક્શન શરૂ કરવા માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની મંજૂરી પણ લેવામાં આવે.

નવા સંસદને લીલીઝંડી

નવા સંસદભવનનું થશે નિર્માણ ?
મોદીના ડ્રીમ પ્રોજેક્ટને મળી મંજુરી
સુપ્રીમ કોર્ટે મંગળવારે નિર્ણય આપ્યો
કોર્ટે નવા સંસદભવનના નિર્માણને મંજૂરી આપી
સુપ્રિમ કોર્ટએ આપ્યો આદેશ
હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની મંજૂરી પણ લેવી

5 નવેમ્બરે જ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અને જસ્ટિસ એએમ ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્નાની બેંચ આ મામલે પોતાનો નિર્ણય આપશે. આ નિર્ણય અદાલતે ગત વર્ષે પાંચ નવેમ્બરે જ સુરક્ષિત રાખ્યો હતો. જોકે ગત વર્ષે 7 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના અનુરોધ પછી કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભૂમિપૂજનની અનુમતી આપી હતી. કેન્દ્ર સરકારે એ માટે કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે તે પેન્ડિંગ અરજીઓ પર નિર્ણય આવે ત્યાં સુધી કોઈ બાંધકામ, તોડફોડ કે ઝાડ કાપવાનું કામ નહીં કરે. એના પછી 10 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો હતો.

ટાટાને મળ્યો કોન્ટ્રેક્ટ
પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડનો ખર્ચ
પ્લોટ નંબર 118 પર બનશે
સંસદ ઉપરાંત 10 ઇમારત પણ બનશે
51 મંત્રાલયની કચેરીઓ હશે આ ભવનોમાં

સેન્ટ્રલ વિસ્ટા 1911માં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ડિઝાઇન કરેલું નવી દિલ્હી અસ્તિત્વમાં આવ્યું, એ પછી 1921-27 દરમિયાન હાલના સંસદભવનની ઈમારતનું નિર્માણકાર્ય થયું હતું. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિભવન સુધીના વિસ્તારને નવનિર્માણ માટે પસંદ કરાયો હતો અને એેને સેન્ટ્રલ વિસ્ટા નામ અપાયું હતું. ત્યારથી નવી દિલ્હીનો આ વિસ્તાર આ નામે જ ઓળખાય છે. હાલમાં જૂના સંસદભવનના રિનોવેશન, નવા ભવનના નિર્માણ સહિત જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એે આ વિસ્તારના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે જ કેન્દ્ર સરકારે ઓળખાવ્યા છે.

હાઈ એનર્જી એફિશિયન્સી સાથેનું  ભવન
અત્યંત હાઈ ક્વોલિટી એકોસ્ટિકનું ભવન
ઝોન-5ના સેફ્ટી સ્ટાન્ડર્ડનું ભવન
અપગ્રેડેડ એરકંડિશનિંગ, લાઈટિંગ, ઇલેક્ટ્રિક સાધનો 
મેઇન્ટેનન્સ અને સંચાલનની સરળ રીત
દિવ્યાંગ વ્યક્તિ માટે પણ વ્યવસ્થા 
ઇમર્જન્સી એક્ઝિટની અનોખી સિસ્ટમ

નવા બિલ્ડિગનાં મહત્ત્વનાં પાસાં છે. જેમાં પ્રસ્તાવિત સેન્ટ્રલ વિસ્ટા હાલના સંસદભવનની બાજુમાં જ હશે અને બંને બિલ્ડિંગમાં એકસાથે કામ થશે.તો સાથે જ અત્યારે લોકસભામાં 590 લોકો બેસી શકે છે. નવા સંસદમાં 888 લોકોને બેસવાની ક્ષમતા હશે અને પબ્લિક ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકશે.રાજ્યસભામાં હાલ 280ની સીટિંગ કેપેસિટી છે, જે વધીને 384 થશે અને પબ્લિક ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકાશે.બંને ગૃહોના સંયુક્ત સેશન સમયે લોકસભા હોલમાં 1,272થી વધુ લોકો બેસી શકાશે.કાફે અને ડાઈનિંગની સગવડતામાં પણ આધુનિકતા અને મોકળાશનો ખ્યાલ રાખવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…