Not Set/ સુપ્રીમ કોર્ટ: ઝડપથી સુનાવણી શક્ય નથી, હાર્દિક ને ઝટકો

હાર્દિક પટેલ ને લોકસભાની ચૂંટણી લડવા માટે ગુજરાત હાઇકોર્ટ માં પિટિશન દાખલ કરી હતી. પરંતુ હાઇકોર્ટ માંથી રાહત ના મળતા તેમને સુપ્રીમ કોર્ટમાં તેમને અરજી દાખલ કરી ઝડપી સુનાવણી માટે અપીલ કરી હતી. પરંતુ આજ રોજ આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ઝડપી સુનાવણી શક્ય ના હોવાનું જણાવતા હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવા પર પૂર્ણવિરામ મુકાયું […]

Top Stories
divvya 1 સુપ્રીમ કોર્ટ: ઝડપથી સુનાવણી શક્ય નથી, હાર્દિક ને ઝટકો

હાર્દિક પટેલ ને લોકસભાની ચૂંટણી લડવા માટે ગુજરાત હાઇકોર્ટ માં પિટિશન દાખલ કરી હતી. પરંતુ હાઇકોર્ટ માંથી રાહત ના મળતા તેમને સુપ્રીમ કોર્ટમાં તેમને અરજી દાખલ કરી ઝડપી સુનાવણી માટે અપીલ કરી હતી. પરંતુ આજ રોજ આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ઝડપી સુનાવણી શક્ય ના હોવાનું જણાવતા હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવા પર પૂર્ણવિરામ મુકાયું છે. હવે આગામી સમય માં જોવાનું એ રહેશે કે કોંગ્રેસ કયા દિગ્ગજ ને જામનગર બેઠક પર મેદાન માં ઉતારે છે.

29 માર્ચ ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાર્દિક પટેલ ને રાયોટીંગ કેસ માં રાહત ના આપી ને લોકસભા ઇલેકશન ના લડી શકે તેમ જણાવતા હાર્દિક પટેલના વકીલે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી કરીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને સ્ટે આપીને ઝડપથી સુનાવણી કરવા અરજી કરી હતી જે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે નકારીને જણાયું કે આ મામલે ઝડપી સુનાવણી કરવી શક્ય નથી.

આગામી 4 તારીખ નોમિનેશન અરજી કરવા માટે ની છેલ્લી તારીખ હોવાથી હાર્દિક પટેલનું લોકસભા ચૂંટણી લડવું શક્ય નથી તો હવે બીજી બાજુ જામનગર ભાજપ માંથી પૂનમ માડમ નું નામ જાહેર કરવામાં આવ્યું છે તો કોંગ્રેસની રણનીતિ હવે શું રહેશે તે જોવું રહ્યું