મુંબઈ
આર્શી ખાન બિગ બોસથી બહાર આવ્યા પછી ખૂબ જ લોકપ્રિય થઇ ચુકી છે. તે ઘણી ઇવેન્ટ અને શોમાં જોવા મળી છે. હવે તે ટીવી શો “બિટ્ટી બિઝનેસ વાલી” માં આઇટમ ડાન્સ કરતા જોવા મળશે.
આપને જણાવી દઈએ કે,આ શોમાં તે ઓમકારામાં બિપાશા બાસુ પર ફિલ્માવામાં આવેલ હિટ સોંગ “બીડી જલઈલે જીગર સે પિયા” પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળશે. સીરીયલમાં લગ્નના સિક્વેંસમાં તે તેના ડાન્સથી દરેકના દિલ જીતી લેશ. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો આ વીડીયો શેર કર્યો છે.
જુઓ વીડીયો
સ્ટાઇલિશ ચોલીમાં આર્શી ખાનએ બિપાશા બાસુના લૂકને ફોલો કરતી જોવા મળે છે. વિડીયોમાં તે ખૂબ સુંદર દેખાય છે. તેમના ડાન્સ સ્ટેપ પણ ખૂબ પ્રભાવશાળી છે. આર્શીના ચાહકો તેનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.
આર્શીએ તેના આ ડાન્સ સિક્વેંસ પર બોલતા જણાવ્યું હતું કે, ” મારા આ પર્ફોર્મન્સ પર મને ખુબ જ શાનદાર રિએક્શન મળ્યું છે. “બીડી જલઈલે જીગર સે પિયા” બોલિવૂડના હિટ નંબર પૈકી એક છે. બિપાશાથી મારા ડાન્સની સરખામણી શક્ય જ નથી પરંતુ અમે સારી કોશિશ કરી છે.