Not Set/ રાફેલ બહેતરીન વિમાન,અમને કોઇપણ ભોગે જોઇએ : એરફોર્સના આ બંને ચીફનું એક મંતવ્ય

દિલ્હી હાલ લડાકુ વિમાન રાફેલ સોદાનો રાજકીય વિવાદ ચરમસીમા પર છે ત્યારે એરફોર્સના ડેપ્યુટી ચીફ એર માર્શલ રઘુનાથ નામ્બિયારે રાફેલ વિમાનના જોરદાર વખાણ કર્યા છે. એર માર્શલ રઘુનાથે હમણાં જ રાફેલ વિમાન ઉડાવ્યું છે અને તેમણે કહ્યું હતું કે મને રાફેલ ઉડાવવાની તક મળી છે. આ બહુ શાનદાર વિમાન છે અને અમે તેનાથી સંતુષ્ટ છીએ. […]

Top Stories
rafale raghunath રાફેલ બહેતરીન વિમાન,અમને કોઇપણ ભોગે જોઇએ : એરફોર્સના આ બંને ચીફનું એક મંતવ્ય

દિલ્હી

હાલ લડાકુ વિમાન રાફેલ સોદાનો રાજકીય વિવાદ ચરમસીમા પર છે ત્યારે એરફોર્સના ડેપ્યુટી ચીફ એર માર્શલ રઘુનાથ નામ્બિયારે રાફેલ વિમાનના જોરદાર વખાણ કર્યા છે. એર માર્શલ રઘુનાથે હમણાં જ રાફેલ વિમાન ઉડાવ્યું છે અને તેમણે કહ્યું હતું કે મને રાફેલ ઉડાવવાની તક મળી છે. આ બહુ શાનદાર વિમાન છે અને અમે તેનાથી સંતુષ્ટ છીએ.

એર માર્શલને મીડીયા દ્રારા પુછવામાં આવ્યું હતું કે રાફેલ સોદામાં અનિલ અંબાણીની કંપનીને કેટલો ફાયદો પહોંચાડવામાં આવ્યો છે…તો આના જવાબમાં તેમણે કહ્યું કે 2008માં જે સોદો કરવામાં આવ્યો હતો તેનાથી ઘણી વધુ સારી ડીલ હવે થઇ છે.આ સોદાથી સારી ટેકનીક, મેન્ટેનન્સ અને ભાવથી લઇને બીજી ઘણી ચીજો અમને મળી રહી છે.

એર માર્શલ રઘુનાથ સિવાય એરફોર્સના ડેપ્યુટી ચીફ શીરીષ દેવે પણ આ સોદાના વખાણ કર્યાં છે. શીરીષ દેવે કહ્યું કે રાફેલનું પ્રોડક્ષન શરૂ થઇ ગયું છે. હવે આ સોદાથી રાફેલ જ નહીં પરંતું બીજા પ્લેનના સ્પેરપાર્ટ્સ પણ મળી જશે.

આ ડીલને રિલાયન્સને કેમ સોંપવામાં આવી તે અંગે ડેપ્યુટી ચીફ શીરીષે કહ્યું કે આ સોદો કમર્શિયલ છે. ફ્રેન્ચ કંપનીને ખબર છે કે આ ઓફસેટ કોન્ટ્રાક્ટ છે. હવે વિમાન બનાવવા અંગે તેણે કઇ કંપની સાથે ટાઇઅપ કરવું તે તેનો વિષય છે, કોઇપણ સરકાર તેમની પર દબાણ ના લાવી શકે.

રાફેલ વિવાદના કારણે એરફોર્સને શું નુકસાન થશે તે વિશે ડેપ્યુટી ચીફ શીરીષે કહ્યું કે આ વિવાદથી એરફોર્સને કોઇ નુકસાન નહીં થાય. હા, જો રાફેલ ના આવેત તો એરફોર્સને જરૂર નુકસાન થાત. અમને કોઇપણ કિંમત પર રાફેલ જોઇએ.

અહીં એ પણ જાણી લેવું જોઇએ કે વાયુસેનાના ડેપ્યુટી ચીફ એરમાર્શલ રઘુનાથ નાંબિયારે હમણાં જ ફ્રાંસમાં પહેલીવાર રાફેલ લડાકુ વિમાનની ઉડાન ભરી હતી.

એવું માનવામાં આવે છે કે, આ લડાકુ વિમાન 2019ના સપ્ટેમ્બર મહિના સુધી ભારતમાં આવી શકે છે.