જમ્મુ-કાશ્મીર/ પાક.આતંકવાદી અલી બાબરે કરી કબૂલાત, પાકિસ્તાન સેના અને ISI નો કર્યો પર્દાફાશ

બાબરે કહ્યું કે લશ્કર અનાથ અને ગરીબોને જેહાદ માટે તૈયાર કરે છે. તેમણે કહ્યું કે અમને કહેવામાં આવ્યું કે કાશ્મીરીઓ પર અત્યાચાર થાય છે….

Top Stories India
બાબરે

જમ્મુ -કાશ્મીરના ઉરી સેક્ટરમાંથી પકડાયેલા આતંકવાદી બાબરે કેમેરામાં પાકિસ્તાનની પોલ ઉજાગર કરી છે. પોતાની કબૂલાતમાં બાબરે કહ્યું કે તેને ઉરી જેવા હુમલા માટે મોકલવામાં આવ્યો હતો અને પાકિસ્તાની સેના દ્વારા તાલીમ આપવામાં આવી હતી. બાબરે કહ્યું કે 9 આતંકવાદીઓએ પાકિસ્તાનમાં 3 અઠવાડિયા સુધી ટ્રેનિંગ આપી હતી.

આ પણ વાંચો :PM મોદી 7 ઓક્ટોબરે જઈ શકે છે કેદારનાથ, તૈયારીઓ શરુ

તેમણે વધુમાં કહ્યું છે કે ISI એ લશ્કર-એ-તૈયબામાં જોડાવા માટે 20 હજાર આપ્યા હતા. ISI અને લશ્કર આતંકવાદી ફેક્ટરીમાં કામ કરતી વખતે મળ્યા હતા. બાબરે કહ્યું કે લશ્કર અનાથ અને ગરીબોને જેહાદ માટે તૈયાર કરે છે. તેમણે કહ્યું કે અમને કહેવામાં આવ્યું કે કાશ્મીરીઓ પર અત્યાચાર થાય છે, અહીં દરેક ખુશ દેખાય છે.

પકડાયેલા આતંકવાદીએ કહ્યું, “હું પાકિસ્તાન સેના અને ISI ને વિનંતી કરું છું કે મને પાછા બોલાવે. ભારતીય સેનામાં મારી સાથે સારો વ્યવહાર કર્યો. મારા પર કોઈને અન્યાય થયો નથી. “

આ પણ વાંચો :બેંગલુરુની સ્કૂલમાં થયો કોરોના વિસ્ફોટ, 60 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા મચ્યો હડકંપ

બાબરની ધરપકડ પર સેનાએ ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને વિગતવાર માહિતી આપી હતી. મેજર જનરલ વીરેન્દ્ર વત્સે જણાવ્યું કે આજે જે પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ અલી બાબર પત્ર છે. તેની ઉંમર માત્ર ઓગણીસ વર્ષ છે. અલી બાબર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. જેમણે પાકિસ્તાનમાં લગભગ ત્રણ મહિનાની આતંકવાદી તાલીમ લીધી છે. આતંકવાદીઓની ઘૂસણખોરીનો હેતુ 2016 ના ઉરી જેવા મોટા હુમલાને અંજામ આપવાનો હતો.

મેજર જનરલ વીરેન્દ્ર વત્સે જણાવ્યુ- આ આતંકીઓ વિરુદ્ધ નવ દિવસ સુધી ઓપરેશન ચાલ્યુ. 18 સપ્ટેમ્બરે જ્યારે એલઓસી પર ઘુષણખોરીનો પ્રયાસ શરૂ થયો ત્યારે આ ઓપરેશનની શરૂઆત થઈ હતી. કુલ છ આતંકી હતા, ચાર પાકિસ્તાન પરત ભાગી ગયા. બાકી બે આચંકીઓ 25 સપ્ટેમ્બરે એક નાલામાં છુપાયા હતા. એક આતંકીને 26ના ઢેર કરી દેવામાં આવ્યો. બીજો આતંકી આત્મસમર્પણ માટે આજીજી કરવા લાગ્યો.

આ પણ વાંચો :પલવલમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, આ છે કારણ

આ ઓપરેશન દરમિયાન સેનાના ચાર જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે. જાણકારી પ્રમાણે આતંકીઓએ ઘુષણખોરી માટે માછિલ, ટિટવાલ સેક્ટરનો ઉપયોગ કર્યો હતો. આ માટે પાકિસ્તાન સેનાએ આતંકીઓની મદદ કરી હતી. પાકિસ્તાન તરફથી બંને સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી ભારતીય પોસ્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 18,870 કોરોના કેસ, એક્ટિવ કેસ 1 ટકાથી પણ ઓછા