Not Set/ રાહુલે PM મોદી પર સાંધ્યુ નિશાન, કહ્યુ- સરકારનાં જવાબનો ભારત ક્યા સુધી રાહ જોશે?

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાયરસની વિકટ પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કોરોના રસી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મન કી બાત પર નિશાન સાધ્યું છે. રવિવારે રાહુલ ગાંધીએ મન કી બાત પ્રસારણ પૂર્વે જ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. સમાચારોનો સ્ક્રીનશોટ લગાવતા તેમણે ટ્વીટ કર્યું હતું કે, […]

Uncategorized
7da271cb8aaa5c178847b700dd736f59 રાહુલે PM મોદી પર સાંધ્યુ નિશાન, કહ્યુ- સરકારનાં જવાબનો ભારત ક્યા સુધી રાહ જોશે?
7da271cb8aaa5c178847b700dd736f59 રાહુલે PM મોદી પર સાંધ્યુ નિશાન, કહ્યુ- સરકારનાં જવાબનો ભારત ક્યા સુધી રાહ જોશે?

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાયરસની વિકટ પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કોરોના રસી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મન કી બાત પર નિશાન સાધ્યું છે.

રવિવારે રાહુલ ગાંધીએ મન કી બાત પ્રસારણ પૂર્વે જ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. સમાચારોનો સ્ક્રીનશોટ લગાવતા તેમણે ટ્વીટ કર્યું હતું કે, આ સવાલ તો યોગ્ય છે, પરંતુ સરકારનાં જવાબનો ભારત ક્યા સુધી રાહ જોશે? કાશ, કોવિડ એક્સેસ સ્ટ્રેટેજી જ મન કી બાત બની હોત.

રાહુલ ગાંધીએ જે સમાચારનાં સ્ક્રિનશોટ લગાવ્યા હતા, તેમા ભારતમાં કોરોના વેક્સીન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટનાં સીઇઓનાં તે સવાલનો ઉલ્લેખ છે, જેમા તેમણે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે શું દેશમાં તમામ નાગરિકોને કોરોના વેક્સીન આપવા માટે સરકાર પાસે 80 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ હશે?

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ દ્વારા કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓને નિશાન બનાવ્યું છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધીએ કોરોના વાયરસ સામે સરકારની વ્યૂહરચના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ફરી કોરોના રસીને લઇને સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે લોકોનાં આ પ્રશ્નોનાં કેન્દ્ર સરકાર ક્યારે જવાબ આપશે. રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.