Not Set/ બલરામપુર ગેંગરેપ પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ડોકટર્સ પણ રહી ગયા દંગ એવી થઇ હતી હેવાનિયત

હાથરસમાં ગેંગરેપ મામલે પીડિતાની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં ઉત્તર પ્રદેશમાં જ આવો એક બીજો માનવતાને શર્મસાર કરતો બનાવ બન્યો છે. યુપીના બલરામપુરમાં 22 વર્ષની અનુસૂચિન જાતિની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે રેપની  ઘટના સામે આવી છે. ગેંગરેપ પીડિતાનું મોત આંતરડા ફાટવાથી નીપજ્યું છે. બળાત્કારની પુષ્ટિ કર્યા પછી, વિદ્યાર્થીના સ્પર્મ ને તપાસ માટે […]

Uncategorized
4d1dd9f96217782b6d3e1a5add2226a6 બલરામપુર ગેંગરેપ પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ડોકટર્સ પણ રહી ગયા દંગ એવી થઇ હતી હેવાનિયત
4d1dd9f96217782b6d3e1a5add2226a6 બલરામપુર ગેંગરેપ પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ડોકટર્સ પણ રહી ગયા દંગ એવી થઇ હતી હેવાનિયત

હાથરસમાં ગેંગરેપ મામલે પીડિતાની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં ઉત્તર પ્રદેશમાં જ આવો એક બીજો માનવતાને શર્મસાર કરતો બનાવ બન્યો છે. યુપીના બલરામપુરમાં 22 વર્ષની અનુસૂચિન જાતિની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે રેપની  ઘટના સામે આવી છે. ગેંગરેપ પીડિતાનું મોત આંતરડા ફાટવાથી નીપજ્યું છે. બળાત્કારની પુષ્ટિ કર્યા પછી, વિદ્યાર્થીના સ્પર્મ ને તપાસ માટે મોકલવામાં આવ્યો છે.  અનુસૂચિત જનજાતિની યુવતીની માતાને ડી.એમ.એ સહાયક સહાય રૂપે 6 લાખ 18 હજાર 750 નો ચેક આપ્યો છે.

આ ઘટનામાં અન્ય લોકો સંડોવાયેલા હોવાના આક્ષેપ અંગે પોલીસ તપાસ કરી રહી છે. બુધવારે મોડી રાત્રે પરિવારજનોએ પોલીસની હાજરીમાં યુવતીનાનો અંતિમ સંસ્કાર કર્યો હતો. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

મામલો બલરામપુરના ગેસડી પોલીસ સ્ટેશનની હદનો છે. યુવતીના પરિજનોનું કહેવું છે કે 22 વર્ષની યુવતી 29 સપ્ટેમ્બરે સવારે લગભગ 10 વાગે બીકોમમાં એડમિનશન કરાવવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ જ્યારે સાંજે લગભગ 5 વાગે પણ ઘરે પાછી ન ફરી તો તેની શોધખોળ શરૂ કરવામાં આવી. લગભગ સાંજે 7 વાગે યુવતી એક રિક્ષામાં ખરાબ હાલતમાં ઘરે પહોંચી. તેની આ હાલત જોઈને ઘરવાળાઓએ તેની પૂછપરછ કરી તો તે દર્દથી કણસવા લાગી હતી. ગામના બે ડોક્ટરોને બતાવ્યા બાદ જેવી યુવતીને જિલ્લા મુખ્યાલય ખાતે સારવાર કરાવવા માટે ઘરવાળા ગામની બહાર નીકળ્યા કે થોડી આગળ પહોંચતા જ યુવતીનું મૃત્યુ થઈ ગયું.

આપને જણાવી દઈએ કે, પોસ્ટમોર્ટમ માટે ત્રણ ચિકિત્સકોની પેનલ બનાવવામાં આવી હતી. ખુદ સીએમઓ ડો.ઘનશ્યામ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બુધવારે મોડીરાતે ગેંગરેપની પુષ્ટિ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ આંતરડા ફાટી ગયા હોવાનું જણાવ્યું છે. યુવતીના શરીરમાં ઘણી જગ્યાએ લીલા રંગના સ્પોટ જોવા મળ્યાં હતાં. ચિકિત્સકોના જણાવ્યા મુજબ આંતરડામાં વધુ પડતા લોહીના સંચયને કારણે આ નિશાનો શરીર પર ઉભરી આવ્યા છે. ડી.એમ.કૃષ્ણા કરુણેશે જણાવ્યું કે વિદ્યાર્થીના શરીર પર ક્યાંય ઈજાના નિશાન મળ્યા નથી. પોલીસે મોડી રાત્રે કેસ નોંધીને બંને આરોપીની ધરપકડ કરી હતી.

મોડી રાત્રે બાળકીનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો. તેમની સંમતિ પર રાત્રે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને અંતિમ સંસ્કાર સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.  

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.