Not Set/ મને પોલીસે લાકડી મારીને પાડ્યો… હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધીનો મોટો આરોપ

હાથરસ ઘટનાથી પીડિત પરિવારને મળવા માટે દિલ્હીથી હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પોલીસે ધરપકડ કરી છે. રાહુલ ગાંધી પોતાના કાફલા સાથે હાથરસ પહોંચી રહ્યા હતા. યમુના એક્સપ્રેસ વે પર યુપી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાહુલ ગાંધી પોલીસને પૂછતા હતા કે […]

Uncategorized
4922ccebbef68b16558c92ddd7639711 મને પોલીસે લાકડી મારીને પાડ્યો... હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધીનો મોટો આરોપ
4922ccebbef68b16558c92ddd7639711 મને પોલીસે લાકડી મારીને પાડ્યો... હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધીનો મોટો આરોપ

હાથરસ ઘટનાથી પીડિત પરિવારને મળવા માટે દિલ્હીથી હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પોલીસે ધરપકડ કરી છે. રાહુલ ગાંધી પોતાના કાફલા સાથે હાથરસ પહોંચી રહ્યા હતા. યમુના એક્સપ્રેસ વે પર યુપી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાહુલ ગાંધી પોલીસને પૂછતા હતા કે કઇ કલમ હેઠળ તેમની અટકાયત કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી કહે છે કે પોલીસે તેમને ધક્કો મારીને જમીન પર પાડી દીધા હતા. 

 રસ્તામાં જ પોલીસે રાહુલ ગાંધી સાથે ઉદ્ધત વર્તન કર્યું અને તેમની ધરપકડ કરી લીધી હતી. રાહુલ ગાંધીની ધરપકડની સાથે કાર્યકરો પર લાઠી ચાર્જ પણ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જના અનેક કોંગ્રેસના કાર્યકરો ઘાયલ થયા છે. આ દરમિયાન પોલીસે કરેલા બળપ્રયોગમાં  રાહુલ ગાંધી   પણ જમીન પર પટકાયા હતા. રાહુલ ગાંધી સાથે પોલીસના વર્તનને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. 

આ સાથે જ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટર દ્વારા કહ્યું છે કે પોલીસે બળજબરીપૂર્વક લાઠીચાર્જ કર્યો હતો અને કોંગ્રેસના કાર્યકરોને ઇજા પહોંચી હતી. પ્રિયંકાએ લખ્યું, “અમને હાથરસ જવાથી રોક્યા. જ્યારે આપણે બધા રાહુલ જીની સાથે પગપાળા ચાલતા જતા હતા ત્યારે અમને વારંવાર અટકાવવામાં આવ્યા હતા, નિષ્ઠુર રીતે કાઢી મૂકવામાં આવ્યા હતા. ઘણા કાર્યકરો ઘાયલ થયા છે. પરંતુ અમારો હેતુ નિશ્ચિત છે. અહંકારી સરકારની લાકડીઓ અમને રોકતી નથી. કાશ કે આ લાકડીઓ, આ પોલીસ હાથરસની દલિત પુત્રીના બચાવમાં ઉઠતી”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.