Not Set/ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને થયો કોરોના, PM મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કરી કામના

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના બરાબર એક મહિના પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. ટ્રમ્પે ખુદ શુક્રવારે સવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના કોરોના પોઝિટિવ આવતાની સાથે જ તેમના મિત્રના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. વડા […]

Uncategorized

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના બરાબર એક મહિના પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. ટ્રમ્પે ખુદ શુક્રવારે સવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના કોરોના પોઝિટિવ આવતાની સાથે જ તેમના મિત્રના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું અને તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના આકરી છે. આપને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર, હોપ હિક્સ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમનું પરીક્ષણ કરાવ્યું, જેમાં તેમનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો. મેલાનિયા ટ્રમ્પનો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને પોતાનો રિપોર્ટ પોઝિટવ આવ્યો હોવાની જાણકારી આપી છે. જેથી હાલ તેઓ ક્વોરન્ટાઈન થયા છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. એક તરફ ચૂંટણી અને તેની વચ્ચે વ્હાઈટ હાઉસમાં કોરોના ત્રાટકતાં અમેરિકાની ચિંતા વધી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.