Not Set/ દુનિયાની સૌથી વધુ ઉંચાઈ પર બની અટલ ટનલ, ટનલની વિશેષતાઓ જાણી થશે ગર્વ

હિમાચલ પ્રદેશ ના કુલ્લુ વિસ્તારમાં મનાલી લેહ માર્ગેને જોડતી અટલ ટનલ બનીને તૈયાર છે. આ ટનલનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રને સમર્પિત કરાઈ છે. આ ટનલ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની છે અને તે 9.02 કિલોમીટર લાંબી છે.  એક પ્રકારે આ ટનલ એક અજાયબી સમાન છે, કારણ કે જે […]

Uncategorized
d0ee142d361b94d133e8f89be6891376 દુનિયાની સૌથી વધુ ઉંચાઈ પર બની અટલ ટનલ, ટનલની વિશેષતાઓ જાણી થશે ગર્વ
d0ee142d361b94d133e8f89be6891376 દુનિયાની સૌથી વધુ ઉંચાઈ પર બની અટલ ટનલ, ટનલની વિશેષતાઓ જાણી થશે ગર્વ

હિમાચલ પ્રદેશ ના કુલ્લુ વિસ્તારમાં મનાલી લેહ માર્ગેને જોડતી અટલ ટનલ બનીને તૈયાર છે. આ ટનલનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રને સમર્પિત કરાઈ છે. આ ટનલ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની છે અને તે 9.02 કિલોમીટર લાંબી છે. 

એક પ્રકારે આ ટનલ એક અજાયબી સમાન છે, કારણ કે જે રીતે ટનલ બનાવવામાં આવી છે, તે એક અદભુત નમુનો છે અને આ ટનલ દુનિયાની સૌથી વધુ ઉંચાઈ પર બનાવાઈ છે. 
રોહતાંગ પાસ નીચે વ્યૂહાત્મક ટનલ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય 03 જૂન, 2000ના રોજ તત્કાલિન પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીએ લીધો હતો. ત્યારબાદ ટનલના સાઉથ પોર્ટલને જોડતા એક્સેસ રોડ માટે શિલારોપણ 26 મે, 2002ના રોજ થયું હતું.

આ ટનલની વિશેષતાઓ અંગે વાત કરીએ તો

પીરપંજાલ પહાડીને તોડીને 3200 કરોડના ખર્ચે આ ટનલ બનાવવામાં આવી છે.  ટનલની શરૂઆતથી સેના આ માર્ગને ચીનથી જોડાયેલી લદાખ અને પાકિસ્તાનથી જોડાયેલી કારિગલ બોર્ડર સુધી ઝડપ અને સરળતાથી પહોંચવા માટે મહત્વપૂર્ણ માને છે.

જ્યારે અટલ ટનલની સાઉથ પોર્ટલ (એસપી) 3060 મીટરની ઊંચાઈ પર મનાલીથી 26 કિલોમીટરના અંતરે સ્થિત છે, ત્યારે નોર્થ પોર્ટલ (એનપી) 3071 મીટરની ઊંચાઈ પર લાહૌલ ઘાટીમાં સિસ્સુમાં તેલિંગ ગામ નજીક સ્થિત છે.આ ટનલ ઘોડાના પગની નાળ જેવો આકાર ધરાવે છે. આ સિંગલ ટ્યુબ ડબલ લેન ટનલ 8 મીટરનો માર્ગ ધરાવે છે. એ 5.525 મીટરનું ઓવરહેડ ક્લીઅરન્સ ધરાવે છે.આ ટનલ 10.5 મીટર પહોળી અને ઇમરજન્સી કે કટોકટીની સ્થિતિમાં 3.6 x 2.25 મીટરનો નીકળવાનો માર્ગ ધરાવે છે, જે મુખ્ય ટનલની અંદર જ બનાવવામાં આવ્યો છે.અટલ ટનલમાંથી કલાકદીઠ મહત્તમ 80 કિલોમીટરની ઝડપે દરરોજ 3000 કાર અને 1500 ટ્રક પસાર થઈ શકશે.આ ટનલ અત્યાધુનિક ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ ધરાવે છે, જેમાં સેમી ટ્રાન્સવર્સ વેન્ટિલેશન સિસ્ટમ, SCADA કન્ટ્રોલ ફાયરફાઇટિંગ, ઇલ્યુમિનેશન અને મોનિટરિંગ સિસ્ટમ સામેલ છે.

ટનલની સલામતીની સુવિધાઓ જોઈએ તો

બંને પોર્ટલ કે છેડા પર ટનલમાં પ્રવેશ પર બેરીયર.
ઇમરજન્સી કમ્યુનિકેશન દર 150 મીટર પર ટેલીફોન જોડાણ.
દર 60 મીટરે ફાયર હાઇડ્રન્ટ મિકેનિઝમ.
દર 250 મીટર પર સીસીટીવી કેમેરાઓ સાથે ઓટો ઇન્સિડેન્ટ ડિટેક્શન સિસ્ટમ.
 દર 1 કિલોમીટર પર એર ક્વોલિટી મોનિટરિંગ.
 દર 25 મિનિટે બહાર નીકળવા માટે લાઇટિંગ/એક્ઝિટ સાઇન.
 ટનલમાંથી પ્રસારણની વ્યવસ્થા.
 દર 50 મીટર પર ફાયર રેટેડ ડેમ્પર્સ.
દર 60 મીટર પર કેમેરા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.