Not Set/ PM મોદી આજે કરશે વૈશ્વિક એઆઈ શિખર સમ્મેલન Raise 2020 નું ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ (એઆઈ) પર પાંચ દિવસીય વૈશ્વિક વર્ચ્યુઅલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ઉદ્યોગ અને શિક્ષણની સાથે ભાગીદારીમાં સરકાર ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ‘ (RAISE 2020) નું ઉદઘાટન કરી રહી છે. જેનો હેતુ આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવું છે. આ પણ વાંચો – AIIMS નાં રિપોર્ટ પર શિવસેનાએ આપી પ્રતિક્રિયા, […]

Uncategorized
dda77b72002fd5d1a913fdf6f88ecb08 2 PM મોદી આજે કરશે વૈશ્વિક એઆઈ શિખર સમ્મેલન Raise 2020 નું ઉદ્ઘાટન
dda77b72002fd5d1a913fdf6f88ecb08 2 PM મોદી આજે કરશે વૈશ્વિક એઆઈ શિખર સમ્મેલન Raise 2020 નું ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ (એઆઈ) પર પાંચ દિવસીય વૈશ્વિક વર્ચ્યુઅલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ઉદ્યોગ અને શિક્ષણની સાથે ભાગીદારીમાં સરકાર ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ‘ (RAISE 2020) નું ઉદઘાટન કરી રહી છે. જેનો હેતુ આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવું છે.

આ પણ વાંચો – AIIMS નાં રિપોર્ટ પર શિવસેનાએ આપી પ્રતિક્રિયા, સંજય રાઉત બોલ્યા…

જૂનમાં, ભારત, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશોએ એઆઈનાં વિકાસ અને ઉપયોગ માટે ‘ગ્લોબલ પાર્ટનરશીપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (જીપીએઆઈ) ની રચના માટે હાથ મિલાવ્યો હતો.

નીતી આયોગનાં સીઇઓ અમિતાભ કાંતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે એઆઈ જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરે છે. ભારત આરોગ્ય સવલત, શિક્ષણ, નાણાં, કૃષિ અને શાસન જેવા ક્ષેત્રોમાં સામાજિક સશક્તિકરણ માટે એઆઈ આધારિત ઉકેલો વિકસાવી રહ્યું છે. તેના ડેટા અને નવીન કુશળતાનાં બળ પર ભારત વિશ્વની એઆઈ પ્રયોગશાળા બની શકે છે. તે વિવિધ સામાજિક પ્રશ્નોનાં સાહજિક સમાધાનો પ્રદાન કરી શકે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.