Not Set/ અમદાવાદ/ UP નાં હાથરસની ઘટનાનાં વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટી શહેરમાં નિકાળશે પ્રતિકાર યાત્રા

દેશમાં સતત દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે જેમાં ખાસ કરી ઉત્તર પ્રદેશમાં જે વાલ્મિકી સમાજની દીકરી ઉપર દુષ્કર્મ કરી અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવતા સમગ્ર દેશ હાલમાં શોકમગ્ન બની જવા પામ્યો છે. ત્યારે હવે આ દુષ્કર્મ કરનાર પાપીઓને કડક સજા આપવામાં આવે તેવું સમગ્ર દેશ હાલમાં માંગ કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ બલરામપુર અને ગુજરાત રોજ-બ-રોજ થતા અત્યાચારોની ઘટનાને […]

Ahmedabad Gujarat
f49ac4cec46d40aefcddbae067025096 અમદાવાદ/ UP નાં હાથરસની ઘટનાનાં વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટી શહેરમાં નિકાળશે પ્રતિકાર યાત્રા
f49ac4cec46d40aefcddbae067025096 અમદાવાદ/ UP નાં હાથરસની ઘટનાનાં વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટી શહેરમાં નિકાળશે પ્રતિકાર યાત્રા

દેશમાં સતત દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે જેમાં ખાસ કરી ઉત્તર પ્રદેશમાં જે વાલ્મિકી સમાજની દીકરી ઉપર દુષ્કર્મ કરી અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવતા સમગ્ર દેશ હાલમાં શોકમગ્ન બની જવા પામ્યો છે. ત્યારે હવે આ દુષ્કર્મ કરનાર પાપીઓને કડક સજા આપવામાં આવે તેવું સમગ્ર દેશ હાલમાં માંગ કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ બલરામપુર અને ગુજરાત રોજ-બ-રોજ થતા અત્યાચારોની ઘટનાને વખોડવા માટે ગુજરાતનાં મોટાભાગનાં સંગઠનો એક બન્યા છે. ત્યારે આજે અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટી પણ આ મુદ્દે પ્રતિકાર યાત્રા કરવા જઇ રહી છે. 

આ પણ વાંચો – દેશમાં એક તરફ કોરોના અને બીજી તરફ ભૂકંપે મચાવ્યો કહેર, જાણો હવે ક્યા અનુભવાયો આંચકો

ઉત્તર પ્રદેશનાં હાથરસમાં બનેલી ઘટનાનાંં પડઘા હવે માત્ર યુપી સુધી સીમિત રહ્યા નથી, જી હા હવે આ દુષ્કર્મનાં પડઘા ગુજરાતમાં પણ સંભળાઇ રહ્યા છે. આજે અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટી યુપીનાં હાથરસની ઘટનાનાં  વિરોધમાં પ્રતિકાર યાત્રા કરવા જઇ રહી છે. આ યાત્રા કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી યોજાશે. મળી રહેલી માહિતી અનુસાર, સાંજે 4 કલાકે કોંગ્રેસની આ પ્રતિકાર યાત્રા નીકળશે. આ યાત્રામાં કોંગ્રેસનાં ધારાસભ્યો અને કાર્યકરો જોડાશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ યાત્રામાં વિશાળ જનમેદનીની શક્યતાઓનાં આધારે રસ્તો બંધ પણ કરવામાં આવી શકે છે. આપને જણાવી દઇએ કે, સુભાષબ્રિજથી પાલડી સુધીનો રસ્તો બપોરે 12 વાગ્યાથી સાંજનાં 7 વાગ્યા સુધી વાહન-વ્યવહાર માટે બંધ રહેશે. આ સિવાય રિવરફ્રન્ટનો રસ્તો પણ બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.