Not Set/ જાણો, શા માટે 8 ઓકટોબરને જ ભારતીય વાયુસેનાનો સ્થાપના દિવસ મનાવાય છે, આ છે તથ્ય

ભારતીય વાયુસેના દર વર્ષે ઓકટોબર મહિનાની 8મી તારીખે પોતાનો સ્થાપના દિવસની ઉજવણી કરે છે. દરેક વર્ષે 8 ઓક્ટોબરનો વાયુસેના માટે ખુબ અગત્યનો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડર રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી મોદીએ પોતાની શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને ભારતીય વાયુસેનામાં ચાલી રહેલા પરિવર્તનના દોર ઉપર પણ ભાર મૂક્યો છે. એક ટ્વીટમાં […]

India Uncategorized
738eeb4dabfaf5b0c7b970d9aa75d069 2 જાણો, શા માટે 8 ઓકટોબરને જ ભારતીય વાયુસેનાનો સ્થાપના દિવસ મનાવાય છે, આ છે તથ્ય
738eeb4dabfaf5b0c7b970d9aa75d069 2 જાણો, શા માટે 8 ઓકટોબરને જ ભારતીય વાયુસેનાનો સ્થાપના દિવસ મનાવાય છે, આ છે તથ્ય

ભારતીય વાયુસેના દર વર્ષે ઓકટોબર મહિનાની 8મી તારીખે પોતાનો સ્થાપના દિવસની ઉજવણી કરે છે. દરેક વર્ષે 8 ઓક્ટોબરનો વાયુસેના માટે ખુબ અગત્યનો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડર રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી મોદીએ પોતાની શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને ભારતીય વાયુસેનામાં ચાલી રહેલા પરિવર્તનના દોર ઉપર પણ ભાર મૂક્યો છે. એક ટ્વીટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, રાફેલ, અપાચે અને ચિનૂકને સામેલ કરવાની સાથે આધુનિકરણની ચાલી રહેલી પ્રક્રિયા ભારતીય વાયુસેનાને વધુ સામરિક બળમાં પરવર્તીત કરશે.પરંતુ, શું તમે આ વાતની સ્પષ્ટતા કરી શકો છો કે વાયુસેનાને દિવસ 8 ઓક્ટોબરે કેમ યાદ આવે છે ? જો કે ઈન્ડિયન એરફોર્સની એરક્રાફટે તેની પહેલી ઉડાન 1 એપ્રિલ 1933ના રોજ ભરી હતી, ત્યારે જાણો આ ખાસ તથ્ય. 

વાયુસેના 8 ઓકટોબરને શા માટે સ્થાપના દિવસ માને છે ?

આપને જણાવી દઈએ કે,  ઇન્ડિયન એરફોર્સની એરક્રાફટે તેની પહેલી ઉડાન 1 એપ્રિલ 1933ના રોજ ભરી હતી, પરંતુ ઇન્ડિયન એરફોર્સની સ્થાપના આ પહેલા 8 ઓકટોબર 1932 માં કરવામાં આવી હતી. તે સમયે દેશમાં અંગ્રેજોનું રાજ હતું અને  ભારતીય વાયુસેના સંરક્ષણ બ્રિટિશ સામ્રાજ્યની વાયુસેનાની એકમની ઘટના બની હતી. આ સમયે વાયુસેનાનું નામ રોયલ એરફોર્સ હતું, પરંતુ ભારત ગણરાજ્ય બન્યા બાદ 1950 માં તેનું નામ ભારતીય વાયુસેના કરાયું.

ભારતીય વાયુસેના લડ્યા 4 મોટા યુદ્ધ

આઝાદી પછીના ભારતીય વાયુસેના ચાર યુદ્ધમાં જોડાયું હતું. છે. જેમાં ત્રણ યુદ્ધ પાકિસ્તાન સામે થયા હતા, જયારે એક યુદ્ધ ચાઇના સામે થયું હતું. વાયુસેનાના મોટા ઓપરેશનમાં ઓપરેશન વિજય, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન મેઘદૂત, ઓપુમલાઈ, ઓપરેશન પવન અને બાલાકોટ એર સ્ટ્રાઈક શામેલ છે. પુલવામા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસી બાલાકોટ એર સ્ટ્રાઈકનો અંજામ આપ્યો અને આતંકીઓનો ખાત્મો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ