Not Set/ બધે કાગડા કાળા! છત્તીસગઢમાં સામુહિક બળાત્કાર બાદ પીડિતાએ કરી આત્મહત્યા, પિતાએ ખાધું ઝેર ત્યાર બાદ 3 મહિને નોંધાઇ FIR

છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લામાં એક સગીર યુવતી સાથે કથિત ગેંગરેપનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો. આશરે ત્રણ મહિના પહેલા સાત યુવકો દ્વારા યુવતી પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો, પાશવી ઘટના પછી યુવતીએ આત્મહત્યા કરી લીધી અને ન્યાયની રાહમાં ત્યાર બાદ પિતાએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે છેક પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી.  સામુહિક બળાત્કાર બાદ સગીર યુવતીએ […]

Uncategorized
2c85f483ddb1160a34e942bd077cd6a9 2 બધે કાગડા કાળા! છત્તીસગઢમાં સામુહિક બળાત્કાર બાદ પીડિતાએ કરી આત્મહત્યા, પિતાએ ખાધું ઝેર ત્યાર બાદ 3 મહિને નોંધાઇ FIR
2c85f483ddb1160a34e942bd077cd6a9 2 બધે કાગડા કાળા! છત્તીસગઢમાં સામુહિક બળાત્કાર બાદ પીડિતાએ કરી આત્મહત્યા, પિતાએ ખાધું ઝેર ત્યાર બાદ 3 મહિને નોંધાઇ FIR

છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લામાં એક સગીર યુવતી સાથે કથિત ગેંગરેપનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો. આશરે ત્રણ મહિના પહેલા સાત યુવકો દ્વારા યુવતી પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો, પાશવી ઘટના પછી યુવતીએ આત્મહત્યા કરી લીધી અને ન્યાયની રાહમાં ત્યાર બાદ પિતાએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે છેક પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. 

સામુહિક બળાત્કાર બાદ સગીર યુવતીએ આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલાની તપાસ માટે મહિલાનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢ્યો છે. યુવકો યુવતીને લગ્ન સમારોહમાંથી જંગલ ઉઠાવીને લઈ ગયા હતા અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. 

પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે 19 જુલાઈએ સાત યુવકોએ યુવતી પર ગેંગરેપ કર્યો હતો. આ ઘટનાનાં બીજા દિવસે મહિલાએ આત્મહત્યા કરી લીધી. પરિવારના સભ્યોએ મહિલાના મૃતદેહને ગામમાં દફનાવી દીધો હતો. યુવતીના કાકાએ જણાવ્યું હતું કે તેણે ગેંગરેપ થયા બાદ જ ફરિયાદ નોંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કેસ નોંધ્યો નથી. જોકે પોલીસે પીડિત પરિવારના દાવાને નકારી દીધો હતો. પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે બુધવારે સ્થાનિક મીડિયામાં સમાચાર પ્રકાશિત થયા બાદ તેને આ ઘટનાની જાણકારી મળી હતી. 

બસ્તર વિસ્તારના પોલીસ મહાનિરીક્ષક (આઈજી) સુંદરરાજ પી. જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી કે, થોડા મહિના પહેલા કોંડાગાંવ જિલ્લાના ધનોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીએ ગેંગરેપ કર્યા બાદ આત્મહત્યા કરી હતી. માહિતી મળ્યા બાદ બુધવારે પોલીસ અધિક્ષક અને જિલ્લાના અન્ય અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા.

પીડિતા લગ્ન સમારોહમાં ગઈ હતી

પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ 19 જુલાઇના રોજ 17 વર્ષની પીડિતા નજીકના કોંડાગાંવમાં તેના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગઈ હતી. રાત્રિનાં 11 વાગ્યે, કોંડાગાંવનાં બે યુવકો યુવતીને પોતાની સાથે નજીકનાં જંગલમાં લઈ ગયા હતા અને ત્યાંના અન્ય પાંચ યુવકો સાથે મળી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “બીજે દિવસે સવારે પીડિતા કોઈને કહ્યા વિના ઘરે પરત આવી અને તેણે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીઘી હતી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે બળાત્કારની ઘટના અંગે પરિવારજનો જાણતા નહોતા અને બાળકીના મૃતદેહને ગામની સીમમાં દફનાવી દેવામાં આવ્યો હતો. મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને બહાર કાઢ્યો છે. 

પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી

આ કેસની તપાસ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તે જ સમયે, પીડિતાના કાકાએ પત્રકારોને જણાવ્યું હતું કે આત્મહત્યા કર્યા પછી, બે સ્થાનિક છોકરાઓએ તેમને જાણ કરી કે બાળકી પર ગેંગરેપ થયો છે. બે દિવસ બાદ ધનોરા પોલીસ સ્ટેશનના એસએચઓએ તેમને બોલાવ્યા અને પૂછ્યું કે આ કેસમાં ફરિયાદ કેમ નોંધાઈ નથી. તેમણે કહ્યું કે એસએચઓએ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, પરંતુ પાછળથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોલીસ મહાનિર્દેશક સુંદરરાજે જણાવ્યું હતું કે, યુવતીની આત્મહત્યા બાદ પોલીસ ટીમ ગામમાં ગઈ હતી, પરંતુ પરિવારજનોએ કહ્યું હતું કે તેઓ પછી ફરિયાદ નોંધાશે તેમ કહ્યું હતું. તે જ સમયે, તાજેતરમાં પીડિતાના પિતાએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સારવારમાં તેને બચાવી લેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આત્મહત્યાના પ્રયાસ પાછળનું મુખ્ય કારણ જાણી શકાયું નથી. 

ભાજપ-કોંગ્રેસે આ મામલે પણ રાજનીતિ કરી

આ સાથે જ આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ છત્તીસગઢમાં વિપક્ષીમાં રહેલ ભાજપે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપે આ ઘટનાની નિંદા કરી છે અને કોંગ્રેસ પર મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષી નેતા ધરમલાલ કૌશિકે ટ્વીટ કર્યું, “રાજ્યની દીકરીઓ બસ્તરથી બલરામપુર ક્યાંય સલામત નથી, તેઓ કેવા નવા છત્તીસગઢના નિર્માણ માટે આવ્યા છે.” 

સંવેદનશીલ રાજ્ય સરકારે દીકરીઓ પર બની રહેલી ઘટનાઓ પર શોકના બે શબ્દો પણ કહ્યા નથી. પરંતુ હાથરસના મુદ્દે તે પોતાની દિલ્હી કોર્ટને ખુશ કરવા રાજકીય નાટકમાં વ્યસ્ત છે. તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે રાજ્યની નિષ્ફળ સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઈ છે. દીકરીઓની સલામતી અંગે કોઈ ચિંતા નથી. હવે છત્તીસગ ગુનેગારોનું અભયારણ્ય બની રહ્યું છે. બધે ખૂબ વધારે છે, આ એક દુર્ઘટના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews