Not Set/ જમ્મુ-કાશ્મીર અંગે ફારૂક અબ્દુલ્લાનું વિવાદિત નિવેદન કહ્યું – ચીનની સહાયથી કલમ…

  જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ કલમ 37૦ સંબંધિત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ચીન જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ની પુન:સ્થાપના કરવામાં મદદ કરી શકે છે. આ સાથે તેમણે મોદી સરકારના આ પગલાને સમર્થન આપનારાઓને દેશદ્રોહી ગણાવ્યા છે. ફારૂક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, જ્યાં સુધી ચીનની વાત છે ત્યાં […]

India
4734e97c3e4c6a4eeb25fead905d90b9 જમ્મુ-કાશ્મીર અંગે ફારૂક અબ્દુલ્લાનું વિવાદિત નિવેદન કહ્યું - ચીનની સહાયથી કલમ...
4734e97c3e4c6a4eeb25fead905d90b9 જમ્મુ-કાશ્મીર અંગે ફારૂક અબ્દુલ્લાનું વિવાદિત નિવેદન કહ્યું - ચીનની સહાયથી કલમ... 

જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ કલમ 37૦ સંબંધિત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ચીન જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ની પુન:સ્થાપના કરવામાં મદદ કરી શકે છે. આ સાથે તેમણે મોદી સરકારના આ પગલાને સમર્થન આપનારાઓને દેશદ્રોહી ગણાવ્યા છે.

ફારૂક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, જ્યાં સુધી ચીનની વાત છે ત્યાં સુધી મેં ક્યારેય ચીનના રાષ્ટ્રપતિને અહીં બોલાવ્યા નથી. અમારા વઝિર-એ-આઝમ (PM મોદી )એ  તેમને ગુજરાતમાં બોલાવ્યા, તેમને હિંચકે બેસાડ્યા, ચેન્નઈ પણ લઈ ગયા, તેમની ઘનીઆગતા સ્વાગતા કરી. મીસ્ટાન્ન ખવડાવ્યું, પરંતુ તેમને તે ગમ્યું નહીં, અને તેમણે કહ્યું કલમ 37૦ કબૂલ નથી. અને જ્યાં સુધી તમે કલમ 37૦ ને પુનર્સ્થાપિત નહીં કરો, ત્યાં સુધી અમે અટકીશું નહિ. અલ્લાહ કરે… અમારા લોકોને ચીનના આ વલણથી અમારા લોકોને મદદ મળે. અને કલમ 370 પુન:સ્થાપન થાય.

ઉલ્લેખનીય છે કે 5 જુલાઈ 2019 ના રોજ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને નષ્ટ કરી દીધી હતી. તેનો પાકિસ્તાન અને તેના સહયોગી ચીને વિરોધ કર્યો હતો. જોકે, ભારતે તેમને ચેતવણી આપી હતી કે દેશની આંતરિક બાબતોમાં દખલ ન કરો.

લોકસભામાં બોલતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આજે પરિસ્થિતિ એવી છે કે જ્યાં પ્રગતિ થવાની હતી, ત્યાં કોઈ પ્રગતિ નથી. આજે પણ આપણા બાળકો અને દુકાનદારો પાસે 4 જી સુવિધા નથી જે આપણી પાસે ભારતના અન્ય સ્થળોએ છે. જ્યારે આજે ઇન્ટરનેટ પર બધું છે ત્યારે તેઓ કેવી રીતે તાલીમ આપી શકે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.