Not Set/ મોબાઈલ સોફ્ટવેરના આધારે પેપરલેસ વર્ક કરી શહેર પોલીસ દ્વારા 61 લાખનો દંડ ફટકારાયો

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા વિવિધ અનેક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યા છે

Gujarat Rajkot
Untitled 271 મોબાઈલ સોફ્ટવેરના આધારે પેપરલેસ વર્ક કરી શહેર પોલીસ દ્વારા 61 લાખનો દંડ ફટકારાયો

વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા  ડિજીટલ  ઈન્ડિયા તરફ લોકો વળે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતમાં ટેકનોલોજીના માસ્ટર એવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા વિવિધ અનેક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યા છે જે સોફ્ટવેર થકી આરોપીઓ સુધી પોહચવામાં તેમજ તેમના પર નજર રાખવામાં પોલીસ અધિકારીઓ અને કર્મીઓને અનેક ગણો ફાયદો થયો છે.રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પેપરલેસ વર્ક કરે તે હેતુથી કોવિડ દરમ્યાન શહેર પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટ ટ્રાફિક પોલીસ નામનો સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે.

રાજકોટના શહેરીજનો અવારનવાર લાયસન્સ સાથે ન રાખવા, કાર-બાઇક માં નંબર પ્લેટ ન લગાવવી, ફેન્સી નંબર પ્લેટ રાખવી, કારમાં કાળા કાચ રાખવા ,ત્રિપલ સવારી બાઇક ચલાવવું સહિત ના નિયમો ભંગ કરતા હોય છે.જેને કારણે નિયમભંગ બદલ તેઓ દંડાતા હોય છે.

પેટીએમ, ગુગલ પે સહિતની વિવિધ એપ્લિકેશન મારફત ચછ કોડ જનરેટ કરીને અમે ઓનલાઈન પેમેન્ટ લેવાની જોગવાઈ કરી છે જેમાં લોકો ઓનલાઈન પણ પેમેન્ટ આપી શકે છે.ડેબિટ કાર્ડ , ક્રેડિટ કાર્ડ ઉપરાંતની આ પહેલ ફક્ત રાજકોટ શહેરમાં જ  કરવામાં આવી છે.આ પહેલ ને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ડિઝિટલ ઇન્ડિયા તરફ અમે આગળ વધવા આ પ્રયત્ન કરી રહ્યા છીએ.આ સોફ્ટવેર મારફત અમે ક્યાં ચોકમાં ક્યાં ગુન્હામાં કેટલો દંડ થયો છે તે અમે ફોનમાં જ માહિતી મેળવી શકીએ છીએ.પોલીસની કામગીરી ઘણી જ સરળ બની છે.