ઘર્ષણ/ જૂનાગઢમાં ડિમોલિશનને લઇને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, DYSP ઘાયલ,લાઠીચાર્જ સહિત ટીયર ગેસના સેલ છોડાયા

જૂનાગઢમાં ડિમોલિશનને લઇને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને લઈને વિવાદ સર્જાયો છે.

Top Stories Gujarat
9 1 11 જૂનાગઢમાં ડિમોલિશનને લઇને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, DYSP ઘાયલ,લાઠીચાર્જ સહિત ટીયર ગેસના સેલ છોડાયા
  • પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ
  • ડિમોલિશનને લઈને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ
  • અસામાજિક તત્વો દ્વારા મજેવડી પોલીસચોકી પર હુમલો
  • અનેક વાહનોમાં કરવામાં આવી તોડફોડ
  • ઘર્ષણમાં DYSP અને મહિલા PSI ઘાયલ

જૂનાગઢમાં ડિમોલિશનને લઇને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે દરગાહ ગેરકાયદેસર હોવાથી પાલિકાના અધિકારીઓ નોટિસ આપવા ગયા હતા. ત્યારે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને ખસેડવા મામલે નોટિસ આપવા માટે ગયેલા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેને લઇને તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. જેને લઇને અસામાજિક તત્વોએ મજેવડી પોલીસ ચોકી પર પણ હુમલો કર્યો હતો.

10 1 10 જૂનાગઢમાં ડિમોલિશનને લઇને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, DYSP ઘાયલ,લાઠીચાર્જ સહિત ટીયર ગેસના સેલ છોડાયા

શહેરની પરિસ્થિતિ વણસી હતી અને  ભીડ બેકાબૂ બનતા પોલીસ ટિયર ગેસના સેલ છોડ્યા હતા અને  પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અસામાજિક તત્વોએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરી હતી. તેટલું જ નહીં, અસામાજિક તત્વોએ એસટી બસને પણ નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર , DYSP, મહિલા PSI સહિત એક પોલીસ જવાન આ ઘર્ષણમાં ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.હાલ શહેરની સ્થિતિ કાબૂમાં છે.