Trolling/ યુટ્યુબર મેક્સટર્ન અને એલ્વિસ યાદવ વચ્ચે તડાફડી

મુનવ્વર ફારૂકી સાથે એલ્વીશના ફોટા તેમના કેટલાક ચાહકો અને સોશિયલ મિડીયા યુઝર્સને સારા નહી લાગ્યા હોય. સાગર ઠાકુરે પણ એલ્વિશ યાદવનો મુનવ્વર ફારૂકી સાથે ખેંચેલો ફોટો ટ્વિટ કર્યો હતો.

Entertainment
Beginners guide to 2024 03 09T185300.887 યુટ્યુબર મેક્સટર્ન અને એલ્વિસ યાદવ વચ્ચે તડાફડી

@નિકુંજ પટેલ
New Delhi News:એલ્વીસ યાદવનું કહેવું છે કે તેને દેશભરમાં તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકો તેની વિરૃદ્ધ થઈ રહ્યા છે. એકતરફી વાતો સાંભળીને તેને ખરી ખોટી સંભળાવવામાં આવી રહી છે. પરંતુ હવે તેની વાત પણ સાંભળવી જોઈએ.

યયુટ્યુબર ક્સટર્ન ઉર્ફે સાગર ઠાકુરના આરોપો બાદ એલ્વિશ યાદવ સામે આવી ગયો છે. 8 માર્ચથી એલ્વીસને મેક્સટર્ન સાથે મારઝૂડ કરવા બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. મેક્સટર્ને પણ તેની વિરૂધ્ધ ગુરૂગ્રામ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવી છે. હવે એલ્વિશ યાદવ દુનિયા સામે પોતાનો પક્ષ રાખવા સામે આવ્યો છે.

એલ્વિશે કહ્યું કે દેશભરમાં તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકો તેની વિરૂધ્ધ થઈ રહ્યા છે. લોકો એકતરફી વાતો સાંભળીને તેને ખરી ખોટી સંભળાવવામાં આવી રહી છે. હવે તેની વાત પણ સાંભલવી જોઈએ. વિડીયોની શરૂઆતમાં એલ્વિશે કહ્યું છે કે ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એક વિડીયો તમે જોયો હશે જેમાં હું મેક્સટર્ન પર હાથ ઉઠાવી રહ્યો છું. એક વિડીયોમાં મેક્સટર્ન મને કહી રહ્યો છે કે તે ગુંડો છે મને મારવાની કોશિષ કરી. અને તેના આધારે જ તમે મને આરોપી સાબિત કરી દીધો કે એલ્વિશ તો ગુંડો છે, બદમાશ છે. તેને પોલીટીકલ સપ્રેટ છે. સમામ વાતો હું એક એક કરીને સ્પષ્ટ કરીશ.

વધુમાં એલ્વિશ યાદવે કહ્યું કે તમે એક સાઈડની સ્ટોરી સાંભળી છે પરતું બીજી તરફની સ્ટોરી સાંભલવાનોપણ તમને હક છે અને મને સંભળાવવાનો હક છે. તે લોકો હરકતો કરીને વિક્ટીમ કાર્ડ રમી રહ્યા છે. તેઓ મારી સામે એકઠા થઈને અવાજ ઉઠાવી રહ્યા છે, આ બહું જૂની આદત છે. આ લેફ્ટ લોબી એકઠી થઈ જાય છે. હવે મારી સ્ટોરી પણ સાંભળો. તમે તેનું ટ્વીટર હેંન્ડલ ખોલજો, જ્યારે હું બિગ બોસમાં ગયો હતો. 8 મહિના થી ગયા છે. આઠ મહિનાથી તમે જોજો કે મેક્સટર્ન સાથે હું અને તે મારી સાથે શુ કરી રહ્યો છે. તેનું દરેક ટ્વીટ મારી વિરૂધ્ધ મલી જશે.

યુટ્યુબરે વધુમાં કહ્યું કે વચ્ચે વચ્ચે મેક્સટર્ન સાથે તેના શૂટ દરમિયાન તેની મુલાકાત પણ થઈ હતી. ત્યારે તેમણે વિચાર્યું કે તે મારા ફેન્સને ગવાંર કેમ કહે છે અને મને ખરાબ કેમ કહે છે. એલ્વિશે જણાવ્. કે તે મેક્સટર્ન સાથે ફોન પર વાત કરવા માંગતો હતો. પરંતે તેણે તેને ગુરૂગ્રામમાં મળવા બોલાવ્યો હતો. એલ્વિશ કહ્યું કે મળવાની વાતચીત દરમિયાન મેક્સટર્ને તેને કહ્યું કે તને અને તારા પરિવારને જીવતા સળગાવી દઈશ. ત્યારબાદ યુટ્યુબર ગુસ્સે થઈ ગયો અને તેણે મેક્સટર્ન પાસે તેનું લોકેશન માંગ્યું. જ્યારે તે મળવા માટે સ્ટોર પર પહોંચ્યો ત્યારે કેમેરા સેટઅપ લગાવેલા હતા અને મેક્સટર્ને માઈક પણ લગાવેલું હતું. તે એકલો ન હતો તે લોકો ચાર હતા.

સાગર ઠાકુરે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી એલ્વિશ યાદવના ફેન્સ તેની પાછળ પડ્યા છે. તેણે કહ્યું કે એલ્વિશ યાદવના નજરીયાનો પર્દાફાશ કર્યા બાદ તેના ફેન્સ મારી પાછળ પડ્યા છે. તે મને ટ્રોલ કરી રહ્યા છે. આ પહેલાવીર છે જ્યારે મારી પર સામેથી સારીરિક હૂમલો થયો છે. પરંતુ મને ઘણીવાર ઓનલાઈન ધમકાવવામાં આવ્યો છે.

સાગર ઠાકુરનું કહેવું છે કે તેની અને એલ્વિશની વચ્ચે વાત ત્યારે બગડી હતા જ્યારે યુટ્યુબર બીગ બોસ ઓટીટીનો હિસ્સો હતું. સાગરે કહ્યું કે આ દુશ્મની બિગ બોસના સમયથી ચાલી રહી છે. જ્યારે અભિષેક મલ્હાનને સપોર્ટ કરવાનું શરૂ કર્યું હતું. આ વાત એલ્વિશ યાદવ અને તેના ફેન્સને સારી લાગી ન હતી. એલ્વિશ યાદવની ચેલેન્જ બાદ મારો ઈરાદો તેને મળવાનો હતો અને લોકોને એ બતાવવું હતું કે તે અને તેના ફોલોઅર્સ કેટલા ખોટા છે.
સાગરે કહ્યું કે તેણે આ આખો બનાવ રેકોર્ડ કર્યો હતો. કારણકે એવ્લિશ યાદવ અને તેના સાથી પણ તે રેકોર્ડ કરી રહ્યા હતા. જો તેઓ આ બનાવને એડિટ કરી દે તો અમારી પાસે સબૂત હશે. હરિયાણા પોલીસ આ સમગ્ર મામલાને ખાનગી રાખવા માંગતી હતી. જ્યારે હું એફઆઈઆર દાખલ કરાવવા ગયો ત્યારે તેમણે મને પણ આ દરખાસ્ત કરી હતી. ત્યારે મેં નિર્ણય કર્યો કે હું પબ્લિકને આ બાબતે બતાવીશ. મારો મેડિકલ ટેસ્ટ વ્યવસ્થિત કરાયો ન હતો. એવું લાગે છે કે લોકો એલ્વિશ દવને બચાવી રહ્યા છે.
એલ્વિશને થોડા દિવસ પહેલા સેલિબ્રીટી ક્રિકેટ લીગમાં રમતા જોવામાં આવ્યો હતો. ત્યાં મુનવ્વર ફારૂકી પણ હાજર હતા. બન્ને વચ્ચે ઘણા સમયથી દુશ્મની ચાલી રહી હતી. પરંતુ મેચ બાદ એલ્વિશ અને મુનવ્વર ગળે મળતા જોવા મળ્યા હતા. બન્નેનો ફોટો પણ સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ એલ્વિશ ટ્રોલ્સના નિશાન પર આવી ગયો હતો.

મુનવ્વર ફારૂકી સાથે એલ્વીશના ફોટા તેમના કેટલાક ચાહકો અને સોશિયલ મિડીયા યુઝર્સને સારા નહી લાગ્યા હોય. સાગર ઠાકુરે પણ એલ્વિશ યાદવનો મુનવ્વર ફારૂકી સાથે ખેંચેલો ફોટો ટ્વિટ કર્યો હતો.

ત્યારબાદ સાગર અને એલ્વિશ વચ્ચે સોશિયલ મિડીયા પર જોઈ લેવાની અને બતાવી દેવાની વાતો શરૂ થઈ હતી. બાદમાં વોટ્સએપ પર ગરમા ગરમી થઈ અને બન્ને વચ્ચે મિટીંગ ફિક્સ થઈ હતી. બન્નેની મુલાકાત ગરૂગ્રામના એક મોલમાં થઈ હતી. જ્યાં સાગર સાથે એલ્વિશ યાદવ અને તેના સાથીઓએ મારઝૂડ કરી હતી. સાગરનો આરોપ છે કે એલ્વિશ 8 થી 10 ગુંડાઓ સાથે સ્ટોરમાં આવ્યો હતો. તમામ જમા નશામાં હતા. અહીં તમામ લોકોએ સાગર ઠાકુરને માર માર્યો હતો અને જતા જતા મારવાની ધમકી પણ આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Crime/ સુરતમાં ત્રીજા માળેથી પટકાતા વિદ્યાર્થીનીનું મોત

આ પણ વાંચોઃ National Creators Award 2024,/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિયેટર્સ એવોર્ડ આપતા અમદાવાદીઓ વિશે રસપ્રદ વાત કરી…