Cricket/ રોહિત શર્મા સંન્યાસ લેશે? રિટાર્યડમેન્ટ અંગે મહત્વની વાત કરી

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે જ્યારે મને લાગે છે કે હું તેટલો સારો નથી ત્યારે હું તરત જ નિવૃત્ત થઈશ. ભારતીય કેપ્ટને જિયો સિનેમા પર.

Sports
Beginners guide to 2024 03 09T184659.771 રોહિત શર્મા સંન્યાસ લેશે? રિટાર્યડમેન્ટ અંગે મહત્વની વાત કરી

Cricket News: ભારતીય કેપ્ટન રોહિત શર્મા એપ્રિલમાં 37 વર્ષનો થઈ જશે. રોહિતે 2007માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતના કેટલાક વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ તેણે 2013માં વનડેમાં ઓપનિંગ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ 2019માં તેને ટેસ્ટમાં ઇનિંગ્સની શરૂઆત કરવાની તક મળી. રોહિત હવે ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન છે. પરંતુ વધતી ઉંમર સાથે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોહિત ભારત માટે કેટલો સમય રમશે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે જ્યારે મને લાગે છે કે હું તેટલો સારો નથી ત્યારે હું તરત જ નિવૃત્ત થઈશ. ભારતીય કેપ્ટને જિયો સિનેમા પર કહ્યું, ‘એક દિવસ, જ્યારે હું જાગીશ અને સમજીશ કે હું તેટલો સારો નથી, હું તરત જ નિવૃત્તિ લઈશ પરંતુ ભૂતકાળમાં મને લાગે છે કે મારું ક્રિકેટ ઘણું વધી ગયું છે. હું મારા જીવનનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છું.

રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. પ્રથમ અને બીજી ટેસ્ટ સહિત તેના બેટમાંથી માત્ર 89 રન જ બન્યા હતા. પરંતુ રાજકોટ ટેસ્ટના પહેલા જ સેશનમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે રોહિતે સદી ફટકારીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. તેણે રાંચી ટેસ્ટની બીજી ઇનિંગમાં પોતાના બેટથી અડધી સદી ફટકારી હતી. ધર્મશાલામાં સદી ફટકારીને તેણે ભારતીય ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Crime/ સુરતમાં ત્રીજા માળેથી પટકાતા વિદ્યાર્થીનીનું મોત

આ પણ વાંચોઃ National Creators Award 2024,/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિયેટર્સ એવોર્ડ આપતા અમદાવાદીઓ વિશે રસપ્રદ વાત કરી…