જમ્મુ-કાશ્મીર/ સોપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, લશ્કર-એ-તૈયબાનો ટોચનો આતંકવાદી ઠાર

ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની પ્રવૃત્તિમાં વધારો થયો છે, ત્યારબાદ ભારતીય સુરક્ષા દળોએ ખીણમાં શાંતિ ફરી સ્થાપિત કરવા અને આતંકવાદને સમાપ્ત કરવા માટે તેમની કાર્યવાહી તીવ્ર કરી દીધી છે.

Top Stories India
2 138 સોપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, લશ્કર-એ-તૈયબાનો ટોચનો આતંકવાદી ઠાર

ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની પ્રવૃત્તિમાં વધારો થયો છે, ત્યારબાદ ભારતીય સુરક્ષા દળોએ ખીણમાં શાંતિ ફરી સ્થાપિત કરવા અને આતંકવાદને સમાપ્ત કરવા માટે તેમની કાર્યવાહી તીવ્ર કરી દીધી છે. દરમ્યાન, સોપોરનાં ગુંડ બ્રાથ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાના સમાચાર મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ અનેે આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થયુ હતુ, જેમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ / PM મોદીનું સંબોધન, કહ્યુ- યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેન્થ અને નેગેટિવિટીથી પોઝિટિવિટીનો બતાવે છે માર્ગ

પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સોપોરનાં ગુંડ બ્રાથ વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં રોકાયેલા છે. સુરક્ષા દળોનું આ ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોનાં જવાનોએ આતંકવાદી મુદાસિર પંડિતને પણ ઠાર કરી દીધો છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારનાં જણાવ્યા અનુસાર મુદાસિર પંડિત લશ્કર-એ-તૈયબાનો ટોચનો આતંકવાદી હતો. આઈજીપી વિજય કુમારે આ કેસમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં થયેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનાં ટોચનાં આતંકવાદી મુદાસિર પંડિતને ઠાર કરવામાં આવ્યો છે, 3 પોલીસકર્મી, 2 કાઉન્સિલરો અને 2 નાગરિકોની હત્યામાં સામેલ આતંકવાદી મુદાસિર પંડિત સોપોરમાં અથડામણમાં ઠાર થઇ ગયો છે. હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કેટલાક આતંકીઓ હજી પણ ઘેરાયેલા છે. આ કારણથી ઓપરેશન ચાલુ રાખ્યું છે.

વિશ્વ યોગ દિવસ / પાણીમાં કલાકો સુધી સ્થિત રહીને ૬૧ વર્ષિય યોગસાધક મહેંદ્રસિંહ રાજપુત કરે છે યોગ

પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષા બળોને ગુંડ બ્રાથ ગામમાં આતંકીઓની હાજરી અંગેની માહિતી મળી હતી. આ ઇનપુટ પછી, સુરક્ષા દળનાં જવાનોએ ગુંડ બ્રાથ ગામનાં તાંત્રે વિસ્તારનો ઘેરો બનાવીને ઘરે ઘરે તલાશી લેવાનું શરૂ કર્યું. આ દરમ્યાન પોતાને ચારે બાજુથી ઘેરાયેલા જોઇને આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. પહેલા સુરક્ષા દળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવાની તક આપી, પરંતુ જ્યારે તેઓ સહમત ન થયા, તે પછી ફાયરિંગ શરૂ કરવામાં આવ્યુ. જેમાં અત્યાર સુધી 3 આતંકવાદીઓ માર્યા ગયા છે.

kalmukho str 9 સોપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, લશ્કર-એ-તૈયબાનો ટોચનો આતંકવાદી ઠાર