આંતરરાષ્ટ્રીય યોગ દિવસ/ PM મોદીનું સંબોધન, કહ્યુ- યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેન્થ અને નેગેટિવિટીથી પોઝિટિવિટીનો બતાવે છે માર્ગ

આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાતમાં યોગ દિવસ નિમિત્તે દેશ અને વિશ્વને સંબોધન કર્યું હતું.

Top Stories Trending
2 137 PM મોદીનું સંબોધન, કહ્યુ- યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેન્થ અને નેગેટિવિટીથી પોઝિટિવિટીનો બતાવે છે માર્ગ

આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાતમાં યોગ દિવસ નિમિત્તે દેશ અને વિશ્વને સંબોધન કર્યું હતું. આ દરમ્યાન વડાપ્રધાન મોદીએ દરેકને યોગ કરવા પ્રેરણા આપી હતી. તેમણે ‘યોગથી સહયોગ સુધી’ નો મંત્ર પણ આપ્યો.

વિશ્વ યોગ દિવસ / પાણીમાં કલાકો સુધી સ્થિત રહીને ૬૧ વર્ષિય યોગસાધક મહેંદ્રસિંહ રાજપુત કરે છે યોગ

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં યોગનાં ફાયદાઓ વિશે વાત કરતા કહ્યું કે, યોગ માત્ર શારીરિક શક્તિ જ નહીં, પણ તમને માનસિક રીતે પણ ફીટ બનાવે છે. યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેન્થ અને નેગેટિવિટીથી પોઝિટિવિટીનો માર્ગ બતાવે છે. આ સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત હવે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં સહયોગથી M-યોગા એપ શરૂ કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે આ યોગ યાત્રાને આગળ વધારવી પડશે જે દરેકને સાથે રાખે છે. PM મોદી દ્વારા M-યોગા એપની ઘોષણા કર્યા પછી સવાલ ઉભા થઈ રહ્યા છે કે એમ-યોગા એપ શું છે? આાપને જણાવી દઈએ કે, M-યોગા એપમાં યોગ તાલીમનાં ઘણા વીડિયો કોમન યોગ પ્રોટોકોલનાં આધારે વિશ્વની વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આજે આંતરરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંબોધન શરૂ કરતાં વડા પ્રધાને કહ્યું કે, જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દરખાસ્ત કરી ત્યારે તેની પાછળની ભાવના હતી કે આ યોગ વિજ્ઞાન સમગ્ર વિશ્વ માટે સુલભ રહે. આજે યુએન, WHO ની સાથે ભારતે આ દિશામાં બીજું મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 / ઓછા સમયમાં વધુ લાભ મેળવવા સૂર્ય નમસ્કાર અને ૐકાર કરો

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જ્યારે પણ ભારતે આરોગ્યની વાત કરી છે, તેનો અર્થ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય નથી. તેથી જ, શારીરિક સ્વાસ્થ્યની સાથે યોગમાં માનસિક સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ભાર આપવામાં આવે છે. કોરોના સમયગાળા દરમ્યાન યોગનાં મહત્ત્વ વિશે વાત કરતા વડા પ્રધાને કહ્યું હતું કે, જ્યારે કોરોનાનાં અદ્રશ્ય વાયરસે વિશ્વમાં ડર ઉત્પન્ન કર્યો હતો, ત્યારે કોઈ પણ દેશ, સાધનોથી માનસિક સ્થિતિ માટે તૈયાર નહોતું. આવા સમયે, યોગ આત્મવિશ્વાસનું એક મહાન માધ્યમ બન્યું. યોગાએ લોકોને વિશ્વાસ અપાવ્યો કે આપણે આ રોગ સામે લડી શકીએ.

શિક્ષણ વિભાગ: ધોરણ 12ના વિદ્યાર્થી માટે બોર્ડનો મોટો નિર્ણય, પરિણામથી અસંતોષ હોય તો પરીક્ષા આપી શકશો

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને પણ આ વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીનું સંબોધન દૂરદર્શન સહિત અનેક ચેનલો પર જીવંત પ્રસારિત કરાયું હતું. રાજ્યમંત્રી, આયુષ મંત્રાલય કિરેન રિજિજુ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. વળી, દેશનાં જુદા જુદા સ્થળોએ તેમના સંબંધિત ક્ષેત્રનાં દિગ્ગજોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

kalmukho str 9 PM મોદીનું સંબોધન, કહ્યુ- યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેન્થ અને નેગેટિવિટીથી પોઝિટિવિટીનો બતાવે છે માર્ગ