Ahmedabad corona/ અમદાવાદીઓ હજી ન સુધર્યાઃ 46 લાખમાંથી દસ લાખે જ લીધો છે કોરોના સામેનો બૂસ્ટર ડોઝ

અમદાવાદઃ કોરોનાની ત્રણ લહેર આવી ગઈ અને તેની જબરજસ્ત વિઘાતક અસર થતાં અમદાવાદીઓ હજી પણ સુધર્યા લાગતા નથી. ચીનમાં કોરોનાના રોજના જંગી આંકડા નોંધાઈ રહ્યા છે અને એક દિવસમાં 3.7 કરોડ કેસ નોંધાયા છે પણ અમદાવાદીઓ હજી પણ ઘોર તંદ્રામાં જ લાગે છે.

Top Stories Gujarat
Corona booster dose અમદાવાદીઓ હજી ન સુધર્યાઃ 46 લાખમાંથી દસ લાખે જ લીધો છે કોરોના સામેનો બૂસ્ટર ડોઝ

અમદાવાદઃ કોરોનાની ત્રણ લહેર આવી ગઈ અને તેની જબરજસ્ત વિઘાતક અસર થતાં અમદાવાદીઓ હજી પણ સુધર્યા લાગતા નથી. ચીનમાં કોરોનાના રોજના જંગી આંકડા નોંધાઈ રહ્યા છે અને એક દિવસમાં 3.7 કરોડ કેસ નોંધાયા છે પણ અમદાવાદીઓ હજી પણ ઘોર તંદ્રામાં જ લાગે છે. અમદાવાદીઓમાં 46 લાખમાંથી ફક્ત દસ લાખે જ કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધો છે, આ બતાવે છે કે કોરોનાની લહેરનો સામનો કરવાને લઈને તેઓ કેટલા ગંભીર છે.

ચીનમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે ત્યારે રાજ્ય સરકાર અને વહીવટીતંત્રએ પોતપોતાની રીતે તૈયારી આદરી છે, પરંતુ ફક્ત 46 લાખમાંથી દસ લાખ લોકોએ લીધેલો બૂસ્ટર ડોઝ બતાવે છે કે તેમની તૈયારી કેવી છે. પછી કોરોના વકરશે ત્યારે આ જ લોકો સરકારનો અને તંત્રનો વાંક કાઢવા બેસશે કે સરકારે કશું કર્યુ નહી. પણ હાલમાં તંત્ર દ્વારા વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવા છતાં પણ 46 લાખ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો નથી. આ છે કોરોનાનો સામનો કરવાની અમદાવાદીઓની તૈયારી.

અમદાવાદીઓના મોઢા પર માસ્ક નહી અને શરીર પર વેક્સિન નહી અને હવે તેઓ સામનો કોરોનાનો કરશે. આ તો લશ્કરને સરહદ પર શસ્ત્રો વગર લડાવાવા જેવી વાત છે. અમદાવાદ મહાનગરપાલિકા (મનપા)એ કોરોનાનો સામનો કરવા માટે એસવીપી હોસ્પિટલમાં 50 બેડનો વોર્ડ તૈયાર કર્યો છે. કોરોનાની સારવાર કરવા માટે અર્બન હેલ્થ સેન્ટરને સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લક્ષણ દેખાય તો તાત્કાલિક રેપિડ એન્ટિજન ટેસ્ટની વ્યવસ્થા ગોઠવી છે.

વિપરીતમાંથી વિપરીત સ્થિતિમાંથી રસ્તો કાઢે તેને અમદાવાદી કહેવાય છે. પણ કોરોનાનો સામનો કરવાની અમદાવાદીઓને તૈયારી જોતા એમ જ લાગે છે કે મુસીબત ન હોય તો પણ સામે ચાલીને નોતરે તે અમદાવાદી તેવી નવી કહેવત લાવવી પડશે.

સરકાર વિના મૂલ્યે બૂસ્ટર ડોઝ આપી રહી છે ત્યારે પણ આ અમદાવાદીઓએ હજી સુધી આ ડોઝ લીધો નથી. તેના ચીનમાં કોરોનાએ સરકારના મજબૂત નિયંત્રણો છતાં પણ જે રીતે ભરડો લીધો છે તે જોઈને પણ જો અમદાવાદીઓ નહી સુધરે તો પછી તેમને તો ભગવાન પણ નહી બચાવી શકે. સરકારના આટલા નિયંત્રણો વચ્ચે પણ ચીનમાં કોરોનાના મોરચે આ સ્થિતિ હોય તો તેની સામે આપણે તો એવું કશું નથી. આ વખતે તો સરકાર લોકડાઉન નાખવાની પણ જરાય ઇચ્છા ધરાવતી નથી. આ સંજોગોમાં નાગરિકો પોતે તકેદારી નહી રાખે તો સરકાર પણ કશું નહી કરી શકે.

આ પણ વાંચોઃ

Corona Update/છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 27 થઇ

COVID/ગુજરતમાં કોરોનાના BF. 7 વેરિયન્ટીની એન્ટ્રી, જામનગરમાં કરાઈ આવી તૈયારીઓ