અથડામણ/ આણંદના ગોપાલપુર ગામે બે કોમના ટોળા વચ્ચે અથડામણ બે લોકો ઘાયલ

આણંદમાં જુથ અથડામણની ઘટના સામે આવી છે. આણંદના ગોપાલપુર ગામે બે કોમના ટોળા વચ્ચે પથ્થરામારો થયો હતો. આ ઘટનામાં બે લોકોને ઇજા થઈ છે. જ્યારે આ મામલે પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. જો કે, અથડામણને કારણે ગામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આણંદના ગોપાલપુર ગામમાં બેસવા બાબતે બે કોમના લોકો […]

Gujarat
fe6c0582aacea29c93b1b0b451e67437ba86b137709fa25143ed533bcee54530 આણંદના ગોપાલપુર ગામે બે કોમના ટોળા વચ્ચે અથડામણ બે લોકો ઘાયલ

આણંદમાં જુથ અથડામણની ઘટના સામે આવી છે. આણંદના ગોપાલપુર ગામે બે કોમના ટોળા વચ્ચે પથ્થરામારો થયો હતો. આ ઘટનામાં બે લોકોને ઇજા થઈ છે. જ્યારે આ મામલે પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. જો કે, અથડામણને કારણે ગામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આણંદના ગોપાલપુર ગામમાં બેસવા બાબતે બે કોમના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં બે લોકોને ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યો હતો.

જો કે, જુથ અથડામણ બાદ પોલીસ દ્વારા 4 જેટલા ગ્રામજનોની અટકાય કરવામાં આવી છે અને ગામમાં વાસદ પોલીસ, એસઓજી અને એલસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. જો કે, સ્થળ પર પહોંચી પોલીસે મામલો શાંત પાડ્યો હતો. હાલ ગોપાલપુર ગામમાં સ્થિતી સમાન્ય થઈ ગઈ છે.