Not Set/ સુરત પોલીસ દ્વારા આધુનિક પેનિક બટન સિસ્ટમનો ડેમો…. જાણો શું છે આખી સિસ્ટમ

સુરત પોલીસ દિવસેને દિવસે અતિ આધુનિક બની રહી છે ત્યારે આધુનિકતાની યશકલગીમાં હવે એક નવું મોરપીચ્છ ઉમેરાયુ છે. સુરત પોલીસ દ્વારા એક નવી અતિ આધુનિક પેનિક બટન સિસ્ટમ નો ડેમો લગાવ્યો છે જે સિસ્ટમમાં બટન દબાવવાથી આપ આ મેસેજ તાત્કાલિક કન્ટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકશો ગુજરાતમાં ગુનાખોરીના ડામવા આધુનિક બનેલી પોલીસ તંત્ર પ્રજાને વધુમાં વધુ […]

Top Stories Gujarat Surat
સુરત 1 સુરત પોલીસ દ્વારા આધુનિક પેનિક બટન સિસ્ટમનો ડેમો…. જાણો શું છે આખી સિસ્ટમ

સુરત પોલીસ દિવસેને દિવસે અતિ આધુનિક બની રહી છે ત્યારે આધુનિકતાની યશકલગીમાં હવે એક નવું મોરપીચ્છ ઉમેરાયુ છે. સુરત પોલીસ દ્વારા એક નવી અતિ આધુનિક પેનિક બટન સિસ્ટમ નો ડેમો લગાવ્યો છે જે સિસ્ટમમાં બટન દબાવવાથી આપ આ મેસેજ તાત્કાલિક કન્ટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકશો

ગુજરાતમાં ગુનાખોરીના ડામવા આધુનિક બનેલી પોલીસ તંત્ર પ્રજાને વધુમાં વધુ સારી સુવિધા મળી રહે તે દિશામાં આગળ વધી રહી છે. દરમિયાન સુરત પોલીસ દ્વારા અતિ આધુનિક બટન સિસ્મટનો ડેમો લગાવવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં એક બટન દબાવવાથી પ્રજાનો મેસેજ તાત્કાલિક કન્ટ્રોલ રૂમ સુધી પહોંચશે. શહેરના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી પોલ ઉપર એક નવી સિસ્ટમ પેનીક બટન ઉભુ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમથી ટ્રાફિક જામ, હુલ્લડ તથા અકસ્માત સહિતની માહિતી માહિતી સુરતવાસીઓ પોલીસ કન્ટ્રોલ રૂમને જણાવી શકશે. જેથી પોલીસ આ સંદેશાના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી શકશે.

સુરત સુરત પોલીસ દ્વારા આધુનિક પેનિક બટન સિસ્ટમનો ડેમો…. જાણો શું છે આખી સિસ્ટમ

ભારતના વડા પ્રધાન દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે વારંવાર ભાર આપવામાં આવી રહ્યો છે ત્યારે ટેક્નોલોજીના માધ્યમનથી લોકો કેવી રીતે પોતાનું કામ આસાન કરી શકે તે માટે એક નવી સિસ્ટમનો પોલીસ દ્વારા વિકસાવવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા ક્રાઇમ અને ટ્રાફિક નિયમન માટે મુકવામાં આવેલા સીસીટીવીના પોલ ઉપર એક નવી સિસ્ટમ પેનીક બટન ઉભી કરવામાં આવેલી છે. આ સિસ્ટમ થકીથી લોકો સીસીટીવીના પોલ ઉપરથી પોતાનો મેસેજ કન્ટ્રોલ રૂમ સુધી મોકલી શકશે. મહત્વની બાબત તો એ છે કે આ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે કોઇપણ મોબાઇલ ફોનની જરૂર નથી.

 સુરત શહેરમાં કમિશ્નર કચેરીની બહાર એક સીસીટીવી કેમેરાના પોલ ઉપર દેખાતી આ સિસ્ટમને પેનિક બટન સિસ્ટમ કહેવામાં આવે છે. આ સિસ્ટમનો ઉપયોગ પણ એકદમ સામાન્ય છે  પોલ ઉપર લગાવવામાં આવેલ લાલ કલરના બોક્ષમાં એક બટન છે અને સાથે ત્યાં માઇક્રોફોન પણ લગાવવામાં આવેલ છે આ બટન દબાવવાથી આ વિસ્તારમાં બનેલ ઘટના જેવી કે ટ્રાફિક જામ, હુલ્લડ, કે પછી અકસ્મતની માહિતી આપ તાત્કાલિક સુરત શહેર પોલીસ કન્ટ્રોલ રૂમને જણાવી શકો છો. જેથી કન્ટ્રોલ રૂમ તાત્કાલિક ત્યાના સીસીટીવી કેમેરામાં ચેક કરીને વ્યવસ્થા માટે ઉપરી અધિકારીઓને જાણ કરી શકશે

સુરત શહેરમાં હાલ આ પાઇલોટ પ્રોજેક્ટ તરીકે સુરત શહેર પોલીસ કમિશ્નર કચેરીએ શરૂ કરવામા આવ્યો છે ત્યારે જો આ પ્રોજેક્ટ સક્સેસ થાય છે તો પોલીસ અન્ય વિસ્તારોમાં પણ આ સિસ્ટમ લગાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.